Home Gujarat Jairaj Singh Press Conference In Geetavila The People Of Gondal Replied Their Intention Is To Provoke Me

જયરાજસિંહની પ્રેસ કૉન્ફરન્સ : 'ગોંડલની જનતાએ જવાબ આપ્યો, એમનો ઈરાદો મને ઉશ્કેરવાનો છે'

જયરાજસિંહની પ્રેસ કૉન્ફરન્સ
Published by: OBS Bureau
Last Updated: Apr 27, 2025, 12:25 PM IST

ગોંડલ મિર્ઝાપુર છે, આ શબ્દો છે પાટીદાર નેતાના . પાટીદાર નેતાને ગણેશ જાડેજાના પડકાર બાદ આજે ગોંડલમાં તણાવ જોવા મળી રહ્યો છે. અલ્પેશ કથીરિયા અને જીગીશા પટેલની મુલાકાત અંગે શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 



આ બધાની વચ્ચે સમાચાર એવા આવ્યા છે કે અલ્પેશ કથીરિયાની કાર પર હુમલો થયો છે. અને કાચ તોડી નાખવામાં આવ્યા છે.



આપને જણાવી દઈએ કે પડકાર ફેંક્યા પછી અલ્પેશ કથીરિયા, જિગીષા પટેલ અને ધાર્મિક માલવિયા જ્યારે ગોંડલ પહોંચ્યા ત્યારે એક ગાડી ઉપર હુમલો કરવામાં આવ્યો અને કાચ તોડી નાખવામાં આવ્યા છે. જ્યારે અલ્પેશ કથીરિયાના સમર્થનમાં લોકો આવ્યા ત્યારે ભારે રોષ જોવા મળ્યો. મહિલાઓએ જીગીષા પટેલ હાય હાયના નારા લગાવ્યા અને કાળા વાવટા અને અલગ અલગ સૂત્રોના બેનરો સાથે પણ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો.



joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now