Home Gujarat Jagdish Vishwakarma Hits Out At Congress At Bjps Pre Budget Workshop

'કોંગ્રેસના સમયમાં ઇકોનોમી ફેલ્યોરથી દેશનો વિકાસ રૂંધાયો' : ભાજપના પ્રિ-બજેટ વર્કશોપમાં જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

'કોંગ્રેસના સમયમાં ઇકોનોમી ફેલ્યોરથી દેશનો વિકાસ રૂંધાયો'
Published by: OBS Bureau
Last Updated: Jan 29, 2026, 02:47 PM IST

કેન્દ્રીય બજેટ 2026-27 પૂર્વે આજે પ્રદેશ ભાજપા કાર્યાલય ‘કમલમ‘, કોબા ગાંધીનગર ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં પ્રિ-બજેટ વર્કશોપ યોજાઈ ગયો હતો. આ વર્કશોપમાં ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયાના પુર્વ અધ્યક્ષ અનિકેત તલાટી અને જાણીતા આર્થિક વિશેષજ્ઞ બિરેનભાઇ વકિલ વિષય નિષ્ણાંત તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભાજપા કેન્દ્રિય બજેટ જનજાગરણ અભિયાનના પ્રદેશ ઇન્ચાર્જ જૈનિકભાઇ વકીલ તેમજ સ્વાગત પ્રવચન પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલભાઈ પટેલે કર્યું હતું.

'દેશ આજે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યો'

આ પ્રસંગે ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજીએ તેમના સંબોધનમાં કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મના ધ્યેયમંત્ર સાથે અનેક બદલાવો કરવામાં આવ્યા છે. ભાજપાના વિઝનરી નેતૃત્વ અને દેશની પોલિટિકલ સ્ટેબિલિટીના પરિણામે વૈશ્વિક કક્ષાએ તમામ ક્ષેત્રે અગ્રીમ હરોળમાં પહોંચી રહ્યો છે. જ્યારે કોંગ્રેસના સમયમાં ઇકોનોમી ફેલ્યોર, પોલીસી પેરાલીસીસ અને પોલિટિકલ ઇન્સ્ટેબલિટીથી દેશ ગ્રસિત હતો. 2014માં દેશ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં 11 માં ક્રમાંકે હતો તે આજે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યો છે. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં પણ દેશ 142 માં ક્રમાંકેથી 63માં ક્રમાંકે સ્થાપિત થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રિયુઝ, રીડયુસ અને રિસાયકલની પોલીસી સાથે દેશના વિકાસમાં ખૂબ મોટા પરિવર્તનો આકાર લઈ રહ્યા છે.

'25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવવાનું ભગીરથ કાર્ય કર્યું'

વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, મોદીની સરકારે ભારતના આર્થિક વિકાસની સાથે સાથે સામાજિક સુરક્ષા પણ સુનિશ્ચિત કરી છે. આયુષ્યમાન ભારત યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, શૌચાલય નિર્માણ, તેમજ ડીબીટીના માધ્યમથી લાભાર્થીને સીધો લાભ તથા કિસાન સન્માન નિધિ યોજનાના માધ્યમથી 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વની સૌથી મોટી હેલ્થ કેર પોલિસીને અમલમાં લાવીને કરોડો ગરીબોને આરોગ્યનું સુરક્ષા કવચ પ્રદાન કર્યું છે. આજે દેશમાં મેડિકલ સીટમાં 1 લાખથી વધુ સીટોનો વધારો થયો છે. તેઓએ કહ્યું કે તાજેતરમાં ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે થયેલી ટ્રેડ ડીલની મદદથી ભારતનું એક્સપોર્ટ વધશે તેમજ મેક ઇન ઇન્ડિયાને પણ ખૂબ જ બળ મળશે. આ ટ્રેડ ડીલના પરિણામે કાપડ, ચામડું, જેમ્સ જ્વેલરી, સર્વિસ સેક્ટર, એન્જિનિયરિંગ, સેમિકન્ડક્ટર અને ડિફેન્સ ક્ષેત્રે ખૂબ મોટા સકારાત્મક પરિણામો મળશે. કેન્દ્રની ભાજપા સરકારની ગ્રીન રીન્યુબલ એનર્જી પોલિસી થી ભારતની બ્રાઉન ઇકોનોમી ઉપરની નિર્ભરતામાં પણ નોંધપાત્ર ઘટાડો થશે.

'...જેના પરિણામે અનેક રોજગારની તકો સર્જાઇ'

વિશ્વકર્માએ ઉમેર્યું હતું કે એગ્રીકલ્ચર અને રૂરલ ઇકોનોમિક ક્ષેત્રે પણ ખૂબ મોટા બદલાવ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ડિફેન્સ, સ્પેસ, ઓટોમોબાઇલ, સેમિકન્ડક્ટર ક્ષેત્રે પણ મેન્યુફેક્ચરિંગ અને ઇન્ડસ્ટ્રીયલ ઇકોનોમીમાં સકારાત્મક પરિવર્તનો થઈ રહ્યા છે, જેના પરિણામે અનેક રોજગારની તકો સર્જાઇ છે. ડિજિટલ અને સર્વિસ ઇકોનોમિક ક્ષેત્રે યુપીઆઇ, ડિજિટલ પેમેન્ટ તેમજ ડીબીટીના માધ્યમથી કરોડો રૂપિયા લાભાર્થીને સીધા તેના એકાઉન્ટમાં મળી રહ્યા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક ઇકોનોમીના પરિવર્તન લાવવા માટે પીએમ ગતિ શક્તિ યોજના થકી રેલવે માર્ગ, હવાઇ, સમુદ્ર, નદી માર્ગો તેમજ લોજિસ્ટિક અને અન્ય માધ્યમોના એકીકૃત અને મલ્ટીમોડલ કનેક્ટિવિટી મજબૂત બનાવવામાં આવી છે. આજે ભારત તમામ ક્ષેત્રે વિશ્વને ટક્કર આપી રહ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now