Home International Ivanka Trump Assassination Plot Fbi Arrests Iraqi National

ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પને જાનથી મારી નાખવાની ધમકી : FBI દ્વારા ઇરાકી આતંકીની ધરપકડ, નકશા પણ મળ્યા

Trump's daughter Ivanka Trump threatened to kill him
Published by: Vaishnavi Pathak
Last Updated: May 23, 2026, 04:58 AM IST

ઇવાન્કા ટ્રમ્પની હત્યાનું કાવતરું: ઇરાકી નાગરિકની ધરપકડ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ની પુત્રી ઇવાન્કા ટ્રમ્પ (Ivanka Trump) ને જાનથી મારી નાખવાની ધમકી મળવાનો એક સળગતો કિસ્સો સામે આવ્યો છે. 'ધ ન્યૂયોર્ક પોસ્ટ' ના અહેવાલ મુજબ, ઈરાનની સૈન્ય સંસ્થા 'ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ' (IRGC) સાથે જોડાયેલા એક આતંકવાદીએ ઇવાન્કાને નિશાન બનાવવાનું આખું પ્લાનિંગ કર્યું હતું.

આ મામલે અમેરિકી તપાસ એજન્સી FBI એ મોટી કાર્યવાહી કરીને 32 વર્ષીય ઇરાકી નાગરિક મોહમ્મદ બાકેર સાદ દાઉદ અલ-સાદીની ધરપકડ કરી લીધી છે. આરોપ છે કે તેણે ઇવાન્કા ટ્રમ્પની હત્યા કરવાની કસમ ખાધી હતી.

ઘરનો નકશો અને સોશિયલ મીડિયા પર ધમકી

તપાસ દરમિયાન ઝડપાયેલા આરોપી પાસેથી ઇવાન્કા ટ્રમ્પ અને તેના પતિ જેરેડ કુશનર (Jared Kushner) ના ફ્લોરિડા સ્થિત ઘરનો નકશો (બ્લુપ્રિન્ટ) મળી આવ્યો છે. એટલું જ નહીં, તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ફ્લોરિડાના એ જ હાઇ-પ્રોફાઇલ વિસ્તારનો મેપ પણ પોસ્ટ કર્યો હતો, જ્યાં ઇવાન્કાનું અંદાજે 24 million ડોલરનું આલીશાન ઘર આવેલું છે.

આ પણ વાંચો: ભારતનો ત્રીજો સૌથી મોટો ક્રૂડ ઓઇલ સપ્લાયર દેશ બન્યું વેનેઝુએલા | હોર્મુઝ સંકટ વચ્ચે સાઉદી અને અમેરિકા પાછળ રહી ગયા | Offbeat Stories

પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં ધમકીભર્યા અંદાજમાં તેણે લખ્યું હતું કે, "અમેરિકાના લોકો સમજી લે કે માત્ર મોટી સુરક્ષા વ્યવસ્થા કે સિક્રેટ સર્વિસ તેમને બચાવી નહીં શકે. અમે તેમના પર પૂરી નજર રાખી રહ્યા છીએ અને યોગ્ય સમય આવ્યે આનો બદલો લેવામાં આવશે."

આ ધરપકડ બાદ અમેરિકી સુરક્ષા એજન્સીઓ ટ્રમ્પ પરિવારની સુરક્ષાને લઈને વધુ સતર્ક બની ગઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now