આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ તાજેતરમાં કેજરીવાલજીની સભામાં બાદ ઘટના પર ભાજપ પર હિંમતભર્યા શબ્દોમાં આક્ષેપ કર્યો છે. ઈસુદાન ગઢવીના જણાવ્યા મુજબ, 'સભામાં જનાર દલિત સમાજના એક વ્યક્તિને ભાજપના નેતાએ બેફામ અભદ્ર શબ્દો બોલી અપમાનિત કર્યા. આ ઘટના સાંભળીને ગઢવી સહિત આસપાસના લોકોના રુવાંટા ઉભા થઈ ગયા.
''આ દલિત વિરોધી નેતાનું સરઘસ કાઢશે?''
ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે, 'AAP દલિત સમાજના અપમાન મામલે અલગ અલગ જિલ્લાઓમાં પોલીસ ફરિયાદ કરશે. તેમણે કહ્યું કે, “એક દીકરીનું સરઘસ કાઢનાર નેતાઓ શું ભાજપના આ દલિત વિરોધી નેતાનું સરઘસ કાઢશે? જો આ નહી થાય, મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિત આખી ભાજપ દલિત વિરોધી માનસિકતા ધરાવે તેવું સાબિત થશે છે''.
''દલિતો, આદિવાસીઓ અને ખેડૂતોને ગુલામ સમજે છે''
ઈસુદાન ગઢવીએ કહ્યું કે, ''આખી ભાજપ અને તેમના નેતાઓ દલિતો, આદિવાસીઓ અને ખેડૂતોને ગુલામ સમજે છે''. તેમણે જણાવ્યું કે, “ખેડૂતો પર આટલો અત્યાચાર થયો છતાં, ભાજપનો કોઈ નેતા એ લોકોના પક્ષમાં એક શબ્દ પણ બોલ્યો નથી, અંગ્રેજો કરતાં પણ વધારે અહંકાર અને અત્યાચાર ભાજપના લોકો કરી રહ્યા છે''.
''રાવણ જેવી માનસિકતા ધરાવતી...''
આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવીએ કહ્યું કે, ''રાવણ જેવી માનસિકતા ધરાવતી ભાજપને હવે ગુજરાતની જનતા સહન નહીં કરે, દુર્યોધનની જેમ ભાજપ જનતાની આબરૂને ઉડાવી રહી છે. આ પ્રસંગે ઈસુદાન ગઢવીએ ભાજપ પર દલિત વિરોધી અને જનવિરુદ્ધ માનસિકતાનો આક્ષેપ કર્યો છે અને સરકારને આ બાબતમાં જવાબદાર બનાવ્યો છે''.






