Home International Isro Bags Success In Restarting Vikas Liquid Engine

ISROને મળી વધુ એક સફળતા : વિકાસ લિક્વિડ એન્જીનને પુનઃ શરૂ કરવામાં સક્સેસ

ISROને મળી વધુ એક સફળતા
Published by: OBS Bureau
Last Updated: Jan 19, 2025, 06:04 AM IST

સ્પેસમાં બે ઉપગ્રહોને ડોક કરીને ISROએ ઈતિહાસ રચી દીધો છે. શનિવારે ISRO તરફથી જણાવ્યા અનુસાર મહેન્દ્રગિરીમાં પ્રોપલ્શન કોમ્પ્લેક્સના ટેસ્ટ સેન્ટરમાં વિકાસ લિક્વિડ એન્જિનનું પુનઃ શરૂ કરવાનાને પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે.

શું કહ્યું ISROએ?
વિકાસ એન્જિનનો ઉપયોગ રોકેટના લિક્વિડ સ્ટેજમાં થાય છે. ISROના જણાવ્યા અનુસાર, આ પરીક્ષણ 17 જાન્યુઆરીએ કરવામાં આવ્યું હતું. પરીક્ષણ તકનીકોના વિકાસમાં આ એક સીમાચિહ્નરૂપ છે. વિવિધ પરિસ્થિતિઓમાં એન્જિનને ફરીથી શરૂ કરવા માટે પરીક્ષણો હાથ ધરવામાં આવી રહ્યા છે. વિકાસ એન્જિન PSLV PSLV રોકેટની પેલોડ ક્ષમતામાં સુધારો કરશે.

વિકાસ એન્જીનને બંધ કરીને પુનઃ શરૂ કરાયું.
પરીક્ષણ દરમિયાન એન્જિનને 60 સેકન્ડ માટે શરૂ કરાયું પછી 120 સેકન્ડ માટે બંધ કરવામાં આવ્યું હતું, જે બાદ ફરીવાર થયું હતું. પરીક્ષણ દરમિયાન એન્જિનના તમામ પરિમાણો અપેક્ષા મુજબ હતા. અગાઉ, ગત વર્ષે ડિસેમ્બરમાં પણ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સિવાય શુક્રવારે ઈસરોના અધ્યક્ષ વી. નારાયણને ઈસરોના LVM3 રોકેટના 'કોર લિક્વિડ સ્ટેજ'ને ફ્લેગ ઓફ કર્યું હતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now