ઇઝરાયેલે ઈદ દરમિયાન હિઝબુલ્લાહ પર મોટો હવાઈ હુમલો કર્યો છે. ઇઝરાયેલી સેનાએ મંગળવારે (1 એપ્રિલ) સવારે બેરૂતના દક્ષિણ ઉપનગરોમાં હવાઈ હુમલા કર્યા હતા. હુમલામાં 3 લોકો માર્યા ગયા હતા ચાર મહિના પહેલા યુદ્ધવિરામ લાગુ થયા પછી લેબનોનની રાજધાની બેરૂતમાં મંગળવારે સવારે થયેલો હુમલો બીજો મોટો હુમલો હતો. લેબનોનના આરોગ્ય મંત્રાલયે ઇઝરાયેલી હુમલામાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યાની પુષ્ટિ કરી છે. જ્યારે 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
હિઝબુલ્લાહના સભ્યને ઇઝરાયેલી દળોએ નિશાન બનાવ્યો હતો
બેરૂતમાં હવાઈ હુમલા પછી ઇઝરાયેલી સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ હુમલામાં હિઝબુલ્લાહના એક સભ્યને નિશાન બનાવવામાં આવ્યો હતો, જે આતંકવાદી સંગઠન હમાસને ઇઝરાયેલ સામે હુમલાની યોજના બનાવવામાં મદદ કરી રહ્યો હતો. IDFએ કહ્યું, "આ ઓપરેશન ઇઝરાયલની સ્થાનિક ગુપ્તચર એજન્સી શિન બેટના નિર્દેશ હેઠળ કરવામાં આવ્યું હતું. આ હુમલો શુક્રવાર (28 માર્ચ)ના રોજ લેબનોનથી થયેલા રોકેટ હુમલા જેવો જ હતો, હિઝબુલ્લાએ હુમલામાં સંડોવણીનો ઇનકાર કર્યો છે.
ઈઝરાયેલે ચેતવણી આપ્યા વિના હુમલો કર્યો
ઇઝરાયેલી સેના દ્વારા બેરૂતમાં થયેલા હુમલા પછી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણી તસવીરો અને વીડિયો શેર કરવામાં આવ્યા છે. એક વિશાળ ઈમારત જોવા મળે છે. ઈઝરાયેલી હવાઈ હુમલામાં ઈમારતના કેટલાક માળને નુકસાન થયું હતું અને ઈમારતની નીચે પાર્ક કરેલી કાર અને અન્ય વાહનો પર કાટમાળ પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ઇઝરાયેલે ઈદ દરમિયાન બેરૂતમાં કોઈ પૂર્વ સૂચના વિના હવાઈ હુમલો કર્યો હતો. જો કે, ઇઝરાયેલી સેનાએ અગાઉ તેના તમામ હુમલાઓ પહેલાં ચેતવણી જારી કરી હતી. આ હુમલા પહેલા બેરૂતના હે માદી પડોશમાં વિમાનોનો અવાજ આવ્યો હતો, ત્યારબાદ હિઝબુલ્લાહના ગઢ દહીહમાં એક ઈમારત પર હુમલો થયો હતો.





