ઇસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કુષ્ણકુંજ સોસાયટી રહેતા ગોપીચંદ હીરાજી જાટોલીયાએ તા ૨૫/૦૩/૨૦૨૫ ના રોજ ઇસનપુર પોલીસ સ્ટેશન ખાતે જણાવ્યુ હતું કે તેમનો દિકરો મહેન્દ્ર તેની પત્નિ તથા બે બાળકો સાથે હુ આત્મહત્યા કરવા જાવ છું, તેવી ચિઠ્ઠી લખીને ઘરેથી નીકળી ગયો છે, જે બાબતે ઈસનપુર પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવેલ હતી.
બનાવની ગંભીરતા ને ધ્યાને લઈ, અમદાવાદ શહેર જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ઇસનપુર પી.આઈ બી.એસ.જાડેજા, ઈસનપુર પી.એસ.આઈ એન.આર.સોંલકી તથા સ્ટાફનાં અ.પો.કોન્સ સંજયભાઇ, જયેશભાઇ, યુવરાજસિંહ, સહિતની પોલીસ ટીમ દ્રારા ઘરેથી નીકળી ગયેલ પરીવારના મોબાઇલ નંબરના સતત લોકેશન કઢાવી, પરીવારને લોકેશન આધારે શોધી કાઢી, તાત્કાલિક પોલીસ સ્ટેશન ખાતે લાવી, પૂછપરછ કરતાં, મહેન્દ્રભાઇ જાટોલીયા તથા તેની પત્નિની પુછપરછ કરતા, પોતે મકાન રીપેરીંગ માટે લોન લીધેલ હોય, જેના હપ્તા ચાલુ હોય તથા પોતે લોનથી રીક્ષા લિધેલ હોય, જેથી રીક્ષા ચલાવી, પોતે લોનના હપ્તા ભરી શકતા ન હોય, આર્થિક સંકડામણ ના કારણે આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો હતો. તેઓ પોતાના પરીવાર સાથે સાબરમતી રીવરફન્ટ ખાતે આત્મહત્યા કરવા માટે નીકળી ગયેલ હતા.
ઇસનપુર પોલીસે તાત્કાલિક ત્વરિત કાર્યવાહી આદરી ગણતરીના કલાકોમાં આત્મહત્યા કરવા માટે નીકળી ગયેલ પરીવાર શોધી કાઢી, આત્મહત્યા કરતા બચાવી લઈ, ચાર વ્યક્તિઓના જીવ બચાવ્યા હતા. જો પોલીસ દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવેલ ન હોત તો આખો પરિવાર સામુહિક આત્મહત્યા કરી લેતો અને પરિવારનો માળો વિખાય જતો.
ઈસનપુર પોલીસ ટીમ દ્વારા આર્થિક સંકડામણ અનુભવતા પરીવારને તેના પિતા સાથે બોલાવી, જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજા તથા ઇસનપુર પી.આઈ બી.એસ.જાડેજા સહિતના પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા પરીવારને પોતાની જિંદગી અમૂલ્ય હોઈ, મનુષ્ય જીવન ફરી ફરીને મળતું ના હોય, સામાન્ય પ્રશ્નના કારણે આત્મહત્યા કરવી, એ સોલ્યુશન નહિ હોવાની સમજ આપી હતી.
આત્મહત્યા કરવા નિકળેલા લોકોને પરિવાર સાથે મિલાપ થયો ત્યારે ઈસનપુર પોલીસ સ્ટેશન ખાતે ભાવુક દ્રશ્યો સર્જાયેા હતા. ઈસનપુર પોલીસ દ્વારા સમયસૂચકતા વાપરી, ત્વરિત કાર્યવાહી કરી, એક પરીવારને આત્મહત્યા કરવા બચાવતા અને નવું જીવન આપતા, પરિવારજનો દ્વારા અમદાવાદ શહેર પોલીસનો આભાર વ્યકત કરવામાં આવેલ હતો. પોલીસનો અનોખો અનુભવ થતાં, પોલીસ આવી પણ હોય છે..!! એવો ભાવ વ્યક્ત કરી, પરિવારજનો દ્વારા અમદાવાદ શહેર પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. પોલીસે પણ આવુ કોઇ પગલુ નહિ ભરવા સલાહ આપી હતી....
અમદાવાદ શહેરના સંયુક્ત પોલીસ કમિશ્નર, સેક્ટર 02, શ્રી જયપાલ સિંહ રાઠોડ તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી રવિ મોહન સૈની નાં માર્ગદર્શન હેઠળ ઈસનપુર પોલીસ દ્વારા આત્મહત્યા કરવા માટે નીકળી ગયેલ આખા પરીવારને શોધી કાઢી, પરીવારને સામુહિક આત્મહત્યા કરતા બચાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર અમદાવાદ શહેર પોલીસે સાર્થક કર્યું હતું.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો!: બહેરામપુરા વોર્ડના પૂર્વ કોર્પોરેટર અને કદાવર નેતાની ધરપકડ






