Home International Iran Undersea Internet Cables Threat Explained

દુનિયાભરમાં ઈન્ટરનેટ ઠપ કરશે ઈરાન? : હોર્મુઝમાં કેબલ્સ પર કંટ્રોલ અને ટેક્સ વસૂલવાનો બનાવ્યો પ્લાન!

અન્ઈડર વોટર ઈન્ટરને કેબલની છબી
Image Credit: AI
Published by: Niraj Chokshi
Last Updated: May 10, 2026, 06:54 AM IST

ઈરાનને લગતી એક ચર્ચિત માહિતી છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા અને કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં ઝડપથી વાયરલ થઈ રહી છે. માહિતી એ છે કે, ઈરાન વિશ્વભરના ઈન્ટરનેટને અસર કરવા માટે અંડરવોટર કેબલ્સ પર કાબૂ મેળવવાનો પ્લાન બનાવી રહ્યું છે. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ (IRGC) સાથે જોડાયેલા મીડિયા પ્લેટફોર્મ્સે હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થતી સમુદ્ર નીચેની ફાઈબર-ઓપ્ટિક કેબલ્સને વ્યૂહાત્મક સંપત્તિ તરીકે ગણાવી છે. આ કેબલ્સ વિશ્વના લગભગ 99% ઈન્ટરનેટ ટ્રાફિક માટે આધારસ્તંભ સમાન છે.

હોર્મુઝ જળમાર્ગ

હોર્મુઝ જળમાર્ગ અત્યાર સુધી વૈશ્વિક તેલ સપ્લાય માટે મહત્વપૂર્ણ માનવામાં આવતો હતો પરંતુ હવે તે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે પણ અત્યંત મહત્વપૂર્ણ બની ગયો છે. અનેક આંતરરાષ્ટ્રીય કેબલ્સ આ માર્ગમાંથી પસાર થાય છે. જે એશિયા, યુરોપ અને મધ્યપૂર્વને જોડે છે.

ઈરાનના કેટલાક પ્રો-સરકારી મીડિયા આ કેબલ્સ પરથી “રેવન્યુ” મેળવવાની વાત કરે છે. એટલે કે કેબલ્સના ઉપયોગ માટે ફી વસૂલવાની સૂચનાઓ પણ આપવામાં આવી છે. પરંતુ અહીં એક મહત્વની બાબત છે કે કોઈ સત્તાવાર સરકારી જાહેરાત નથી કે ઈરાન સીધા આ કેબલ્સ કાપવાનો અથવા વિશ્વવ્યાપી ઈન્ટરનેટ બંધ કરવાનો પ્લાન અમલમાં મૂકી રહ્યું છે.

આ પણ વાંચો: પાકિસ્તાનના બન્નુમાં ભયાનક આતંકી હુમલો : બોમ બ્લાસ્ટ બાદ ફાયરિંગ, 15 ના મોતની આશંકા

ખતરો કેટલો વાસ્તવિક છે?

અંડરવોટર કેબલ્સ ખરેખર ખૂબ જ સંવેદનશીલ છે. જો તેમાં ખલેલ પડે તો માત્ર એક પ્રદેશ નહીં પરંતુ વિશ્વના અનેક ભાગોમાં ઈન્ટરનેટની ગતિ અને કનેક્ટિવિટી પર અસર પડી શકે છે.

જો આ કેબલ્સને થોડા દિવસ માટે પણ જો નુકસામન થાય છે તો લાખો ડોલરનું આર્થિક નુકસાન થશે. ભૂતકાળમાં પણ કેબલ ડેમેજના કારણે ઈન્ટરનેટમાં વિક્ષેપ સર્જાઈ ચૂક્યો છે પરંતુ મોટાભાગના કેસોમાં આ અકસ્માત, શિપ એન્કર અથવા કુદરતી કારણોસર બન્યા છે જે ઈચ્છાપૂર્વક નથી.

વર્તમાન તણાવ અને ડિજિટલ જોખમ

ઈરાન અને પશ્ચિમ દેશો વચ્ચે વધતા તણાવનાં કારણે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ ચર્ચાનો વિષય બની ગયું છે. કેટલાક આંતરરાષ્ટ્રીય રિપોર્ટ્સમાં જણાવાયું છે કે યુદ્ધ અથવા તણાવની સ્થિતિમાં આ કેબલ્સ “ટાર્ગેટ” બની શકે છે.

સાથે જ, ઈરાનમાં 2026 દરમિયાન મોટાપાયે ઈન્ટરનેટ બ્લેકઆઉટ પણ નોંધાયો હતો જેમાં દેશની અંદર ઈન્ટરનેટ ઍક્સેસને ભારે મર્યાદિત કરવામાં આવ્યો હતો.

આ દર્શાવે છે કે ઈન્ટરનેટ કંટ્રોલ અને સેન્સરશિપ ઈરાન માટે નવી બાબત નથી પરંતુ વૈશ્વિક સ્તરે ઈન્ટરનેટને અસર કરવાનો સીધો પુરાવો હાલ ઉપલબ્ધ નથી.

આ પણ વાંચો: વિશ્વમાં LPG સિલિન્ડરની કિંમતોમાં મોટો તફાવત : જાણો ભારત કરતા અન્ય દેશોમાં LPG સિલિન્ડર મોંઘો કે સસ્તો

શું વિશ્વભરનો ઈન્ટરનેટ બંધ થઈ શકે?

ટેકનિકલી જોવામાં આવે તો, માત્ર એક દેશ દ્વારા સંપૂર્ણ વૈશ્વિક ઈન્ટરનેટ બંધ કરવો અત્યંત મુશ્કેલ છે. કારણ કે વિશ્વભરમાં અનેક વૈકલ્પિક કેબલ્સ અને રૂટ્સ છે. સેટેલાઇટ નેટવર્ક્સ પણ વિકલ્પ તરીકે ઉપલબ્ધ છે. ઈન્ટરનેટ ડીસેન્ટ્રલાઇઝ્ડ સિસ્ટમ છે. પરંતુ જો હોર્મુઝ જેવા સ્ટ્રેટેજિક પોઈન્ટ પર વિક્ષેપ થાય તો ચોક્કસ પ્રદેશોમાં ગંભીર અસર થઈ શકે છે. ખાસ કરીને મધ્યપૂર્વ, ભારત અને યુરોપ વચ્ચેના કનેક્શનમાં. હાલની પરિસ્થિતિમાં “ઈરાન વિશ્વનો ઇન્ટરનેટ બંધ કરી દેશે” જેવા દાવાઓ વધારાની અફવા કે ભયજનક રજૂઆત વધારે લાગે છે.

ઈરાન સંબંધિત મીડિયા દ્વારા કેબલ્સની વ્યૂહાત્મક મહત્વતા અંગે ચર્ચા થઈ રહી છે. સંભવિત જોખમ અંગે ચેતવણીઓ આપવામાં આવી છે પરંતુ કોઈ સત્તાવાર અથવા કન્ફર્મ્ડ પ્લાન જાહેર થયો નથી. આથી, આ મુદ્દાને સાવચેતીપૂર્વક સમજવો જરૂરી છે કારણ કે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખરેખર સંવેદનશીલ છે પરંતુ વૈશ્વિક ઈન્ટરનેટ તોડી નાખવો સહેલો નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now