Iran Internet Control: અત્યાર સુધી આપણે સાંભળતા આવ્યા છીએ કે યુદ્ધ કે તણાવના સમયે દેશો એકબીજાનો તેલ પુરવઠો રોકી દે છે, પરંતુ હવે દુનિયા 'ડિજિટલ નાકાબંધી' તરફ આગળ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. ઈરાને એક એવો નિર્ણય લેવાની તૈયારી કરી છે જે સમગ્ર વિશ્વના ઇન્ટરનેટ માળખાને હચમચાવી શકે છે. હોર્મુઝની ખાડી (Strait of Hormuz), જે અત્યાર સુધી માત્ર તેલના ટેન્કરો માટે જાણીતી હતી, તે હવે વૈશ્વિક ઇન્ટરનેટ માટે સૌથી મોટું 'ચોક પોઈન્ટ' બનવા જઈ રહી છે. રિપોર્ટ્સ અનુસાર, ઈરાન સમુદ્રના પેટાળમાં બિછાવેલા ઇન્ટરનેટ કેબલ્સ (Undersea Cables) પર પોતાનું નિયંત્રણ વધારવા જઈ રહ્યું છે. ઈરાનની યોજના આ કેબલ્સના મેન્ટેનન્સ માટે પોતાના કડક નિયમો થોપવાની છે. જો આ યોજના અમલમાં આવશે, તો ભારત સહિત એશિયા અને યુરોપના દેશોમાં UPI પેમેન્ટ, સોશિયલ મીડિયા અને બેંકિંગ વ્યવહારો પર મોટું જોખમ ઊભું થઈ શકે છે.
ઇન્ટરનેટ પર ઈરાનનો પહેરો: હવે ટેક કંપનીઓએ આપવો પડશે ટેક્સ?
જે રીતે ઈરાને હોર્મુઝની ખાડીમાંથી પસાર થતા જહાજો પાસેથી ટોલ ટેક્સ લેવાનો નિર્ણય કર્યો છે, તે જ રીતે હવે તે સમુદ્રના પેટાળમાં રહેલા ડેટા કેબલ્સનો ઉપયોગ કરતી ગૂગલ, મેટા અને માઈક્રોસોફ્ટ જેવી વિદેશી ટેક કંપનીઓ પાસેથી ફી વસૂલવાની તૈયારી કરી રહ્યું છે. ઈરાનનું કહેવું છે કે આ વિસ્તારના કેબલ્સનું સમારકામ તે પોતે જ કરશે અને તે માટે ટેક કંપનીઓએ ઈરાની કાયદાઓનું પાલન કરવું પડશે. આ એ જ કેબલ્સ છે જેના દ્વારા દરરોજ અબજો ડોલરના બેંકિંગ ટ્રાન્ઝેક્શન, ક્લાઉડ ડેટા અને AI સર્વિસનો ટ્રાફિક પસાર થાય છે.
Petrol Price: અબકી બાર... 400 પાર...: પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમત સાંભળી અફરાતફરી, શું ભારત પર પણ પડશે માઠી અસર?
ભારત માટે કેમ ચિંતાજનક છે આ સમાચાર?
વિશ્વનો અંદાજે 95% થી 99% ઇન્ટરનેટ ટ્રાફિક જમીન પર નહીં, પરંતુ સમુદ્રની નીચે રહેલા ફાઈબર ઓપ્ટિક કેબલ્સ દ્વારા ચાલે છે. હોર્મુઝની ખાડી એશિયા અને યુરોપને જોડતો મુખ્ય ડિજિટલ માર્ગ છે.
UPI અને બેંકિંગ: જો ઈરાન આ કેબલ્સમાં કોઈ ખલેલ પહોંચાડે અથવા ડેટા ટ્રાફિક રોકે, તો ભારતમાં સેકન્ડોમાં થતા UPI પેમેન્ટ ખોરવાઈ શકે છે.
સોશિયલ મીડિયા અને કોમ્યુનિકેશન: વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને વિડિયો કોલિંગ જેવી સેવાઓ ઠપ્પ થઈ શકે છે.
AI અને ક્લાઉડ: હાલમાં વધી રહેલા AI સર્વર્સ અને ડેટા સ્ટોરેજ પર પણ આની સીધી અસર પડશે.
લક્ઝરી ક્રૂઝ શિપ પર જોવા મળેલા હંટા વાયરસની હજુ સુધી કોઈ વેક્સિન નથી: જાણો કોવિડ-19 કરતા કેટલો અલગ અને ખતરનાક છે આ વાયરસ, કેવી રીતે થશે ઈલાજ?
ટેક જાયન્ટ્સ માટે 'ધર્મસંકટ' જેવી સ્થિતિ
નિષ્ણાતો માને છે કે જો ઇન્ટરનેટ હવે તેલની જેમ ભૌગોલિક રાજનીતિ (Geopolitics) નું હથિયાર બની જશે, તો વૈશ્વિક ડિજિટલ ઇકોનોમી પડી ભાંગશે. ટેક કંપનીઓ માટે અત્યારે બે જ રસ્તા છે: કાં તો ઈરાનના કડક અને જોખમી નિયમો માનવા અથવા કરોડો ડોલરનો ખર્ચ કરીને સમુદ્રમાં કેબલનો રૂટ બદલવો. બંને સ્થિતિમાં ઇન્ટરનેટ મોંઘુ અથવા અસ્થિર થવાની પૂરેપૂરી શક્યતા છે. ડિજિટલ વર્લ્ડ માટે આ અત્યાર સુધીનો સૌથી મોટો પડકાર માનવામાં આવી રહ્યો છે.





