Home International Iran Irgc Control Military Diplomacy Araghchi Report

ઈરાનની સત્તામાં મોટો ફેરફાર : IRGCએ સૈન્ય અને રાજનૈતિક નિયંત્રણ સંભાળ્યું, વિદેશ મંત્રી સાઈડલાઈન

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીનું ચિત્ર
Published by: Niraj Chokshi
Last Updated: Apr 20, 2026, 06:48 AM IST

મિડલ ઈસ્ટમાં વધતી તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે ઈરાનની સત્તામાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. તાજેતરના રિપોર્ટ્સ અનુસાર ઈરાનની શક્તિશાળી સૈન્ય સંસ્થા ઈસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) હવે માત્ર સૈન્ય જ નહીં પરંતુ દેશની રાજનૈતિક નીતિઓ પર પણ સીધી કમાન મેળવી રહી છે.

IRGCનો વધતો પ્રભાવ

IRGCના કમાન્ડર મેજર જનરલ અહમદ વહિદી અને તેમની ટીમે ઈરાનના સૈન્ય તેમજ ડિપ્લોમેટિક નિર્ણયોમાં પ્રભુત્વ સ્થાપિત કર્યું છે. આ ફેરફાર છેલ્લા થોડા દિવસોમાં ઝડપથી થયો હોવાનું કહેવાય છે. પરંપરાગત રીતે રાજનૈતિક ચર્ચા સંભાળતા નેતાઓને હવે અસરકારક રીતે સાઈડલાઈન થઈ ગયા. ખાસ કરીને ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી હવે નીતિ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા નથી એવી ચર્ચા છે.

હોર્મુઝ જળમાર્ગ પર નિયંત્રણ

આ સત્તા પરિવર્તનનો સીધો પ્રભાવ હોર્મુઝ જળમાર્ગ (Strait of Hormuz) પર જોવા મળી રહ્યો છે જે વિશ્વના સૌથી મહત્વપૂર્ણ તેલ ટ્રાન્ઝિટ રૂટ્સમાંનો એક છે. એક તરફ વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ જાહેર કર્યું હતું કે જળમાર્ગ ખુલ્લો છે પરંતુ IRGCએ આ નિર્ણયને અવગણીને જળમાર્ગ બંધ રાખવાની જાહેરાત કરી આ વિરુદ્ધ નિવેદનો ઈરાનની અંદર ચાલી રહેલા સત્તા સંઘર્ષને સ્પષ્ટ કરે છે. IRGCએ તો અહીં સુધી કહી દીધું છે કે કયા જહાજોને પસાર થવા દેવા તે હવે તેઓ નક્કી કરશે.

આ પણ વાંચો: Iran Israel War Updates; અમેરિકા સાથે વાટાઘાટોનો ઇરાનનો ઇનકાર : ચરમસીમાએ પહોંચ્યો હોર્મુઝ તણાવ, અમેરિકાએ ઈરાનનું જહાજ કબજે કર્યું

અમેરિકા સાથેની ચર્ચાઓ પર અસર

ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી શાંતિ ચર્ચાઓ પર પણ આ સત્તા પરિવર્તનનો મોટો પ્રભાવ પડ્યો છે. અગાઉ રાજનૈતિક સ્તરે ચર્ચાઓ આગળ વધતી હતી. પરંતુ IRGCના કડક વલણને કારણે હવે ચર્ચાઓ અટકવાની કગાર પર છે. IRGCએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તેઓ અમેરિકાના દબાણ સામે ઝુકવા તૈયાર નથી. આ કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધી રહી છે કે આ પરિસ્થિતિ યુદ્ધ તરફ આગળ વધી શકે છે.

આ પણ વાંચો: માત્ર 3 દિવસમાં યુદ્ધવિરામ ધ્વસ્ત! : યુએસે ઈરાની જહાજ પર હુમલો કરી લીધો કબજો, ઈરાને કહ્યું – "દરેકને પરિણામ ભોગવવું પડશે"

ઈરાનમાં આંતરિક સત્તા સંઘર્ષ

વિશ્લેષકો કહે છે કે ઈરાનમાં હાલ બે અલગ શક્તિ કેન્દ્રો કાર્યરત છે.

નાગરિક સરકાર (જેમ કે વિદેશ મંત્રી)

સૈન્ય અને સુરક્ષા તંત્ર (IRGC)

હાલની પરિસ્થિતિમાં સૈન્ય તંત્ર વધુ પ્રબળ બની રહ્યું છે. આ સ્થિતિ ખાસ કરીને તાજેતરના સંઘર્ષ અને નેતૃત્વમાં થયેલા ખાલીપાને કારણે ઊભી થઈ છે. કેટલાક અહેવાલો અનુસાર, આ સત્તા ફેરફાર ઈરાનની અંદર સ્થિરતા માટે પણ જોખમ બની શકે છે.

ઈરાન વૈશ્વિક તેલ બજારમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. હોર્મુઝ જળમાર્ગ વિશ્વના ઊર્જા સપ્લાય માટે અત્યંત મહત્વપૂર્ણ છે. સૈન્ય દ્વારા રાજનૈતિક નિર્ણય લેવાથી યુદ્ધની શક્યતા વધી શકે આથી, ઈરાનમાં ચાલી રહેલા આ આંતરિક ફેરફારોની વિશ્વ પર અસર પડી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now