Home International Iran Hit List 8 Gulf Bridges After Us Strike B1 Bridge

એક બ્રિજના બદલે હવે પાડોશી દેશોના 8 પુલ તોડશે ઈરાન? : અમેરિકાથી બદલો લેવા જાહેર કરી 'હિટ લિસ્ટ'

america attack on iran
Published by: Viral Patel
Last Updated: Apr 03, 2026, 03:15 PM IST

ઈરાન-ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે એક ખતરનાક વળાંક પર પહોંચી ગયું છે. ઈરાને તેના B1 બ્રિજ પર થયેલા અમેરિકી હુમલાનો બદલો લેવાની કસમ ખાધી છે. ઈરાનની અર્ધ-સરકારી એજન્સી 'ફાર્સ ન્યૂઝ એજન્સી'એ એવા 8 બ્રિજની યાદી જાહેર કરી છે, જેના પર ઈરાન હવે હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. ઈરાને આ પગલું કરજમાં સ્થિત B1 બ્રિજ પર અમેરિકી-ઈઝરાયેલી હુમલા બાદ ઉઠાવ્યું છે.

ગયા ગુરુવારે થયેલા અમેરિકી હુમલામાં ઈરાનના 136 મીટર ઊંચા B1 બ્રિજને ભારે નુકસાન થયું છે, જેના કારણે ઈરાન રોષે ભરાયું છે. ઉલ્લેખનીય છે કે ઈરાનનો આ પુલ હજુ નિર્માણ હેઠળ હતો અને તે તેહરાનને કરજ સાથે જોડતો એક અત્યંત મહત્વનો સંપર્ક માર્ગ માનવામાં આવતો હતો. આ હુમલામાં ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા છે અને અંદાજે 95 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

આ પણ વાંચો: F-35ના પાયલટને ઈરાને ઝડપ્યો! : પ્લેન ક્રેશ થયા બાદ અમેરિકા રેસ્ક્યૂ પણ ન કરી શક્યું; ટ્રમ્પને મોટો ફટકો

ઈરાનની હિટ લિસ્ટમાં કયા કયા પુલ સામેલ છે?

  • ઈરાન દ્વારા જાહેર કરવામાં આવેલી આ યાદીમાં ખાડી દેશો અને મધ્ય પૂર્વના અનેક વ્યૂહાત્મક પુલોનો સમાવેશ થાય છે.

  • કુવૈત: શેખ જાબેર અલ-અહમદ અલ-સબા સી બ્રિજ.

  • સંયુક્ત આરબ અમીરાત (UAE): શેખ જાયદ બ્રિજ, અલ મક્તા બ્રિજ અને શેખ ખલીફા બ્રિજ.

  • સાઉદી અરેબિયા અને બહેરીન: બંને દેશોને જોડતો કિંગ ફહદ કોઝવે.

  • જોર્ડન: કિંગ હુસૈન બ્રિજ, દમિયા બ્રિજ અને અબ્દૌન બ્રિજ.

આ તમામ પુલો પ્રાદેશિક કનેક્ટિવિટી અને સૈન્ય લોજિસ્ટિક્સની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આવા સંજોગોમાં, આ બ્રિજ પરનો કોઈપણ હુમલો સમગ્ર વિસ્તારમાં ભારે તબાહી મચાવી શકે છે.

અમેરિકી હુમલામાં ઈરાનના બ્રિજને ભારે નુકસાન

અમેરિકા અને ઈઝરાયેલે સંયુક્ત રીતે ઈરાનના કરજ શહેરમાં આવેલા B1 બ્રિજ પર બે મોટા હુમલા કર્યા હતા. આ હુમલો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની એ ચેતવણી બાદ થયો છે, જેમાં તેમણે ઈરાનને 'પાષાણ યુગ' (Stone Age) માં મોકલી દેવાની વાત કરી હતી.

આ પણ વાંચો: ઈરાન-ઈઝરાયેલ-USA વચ્ચે ખતરનાક જંગ : UAEમાં ઓરેકલના ડેટા સેન્ટર પર હુમલો, કરજમાં અમેરિકાએ બ્રિજ ઉડાવ્યો

ઈરાન આપશે જડબાતોડ જવા

સામે પક્ષે હવે ઈરાને પણ કમર કસી લીધી છે. ઈરાને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તે 'જેવા સાથે તેવા'ની નીતિ અપનાવીને જવાબ આપશે. આ પહેલા પણ તેહરાન અમેરિકા અને ઈઝરાયેલના અનેક ઠેકાણાઓ પર મિસાઈલ અને ડ્રોન વડે હુમલો કરી ચૂક્યું છે. હવે પુલોની આ યાદી સામે આવ્યા બાદ આશંકા સેવાઈ રહી છે કે આ સંઘર્ષ વધુ ઉગ્ર બની શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now