Home Gujarat Ips Officers Bid Farewell With Tears In Their Eyes

IPS અધિકારીઓને ભીની આંખે અપાઈ વિદાય! : દોરડાથી ગાડી ખેંચી, ફૂલ વર્ષા અને ભાવૂક દ્રશ્યો...

IPS અધિકારીઓને ભીની આંખે અપાઈ વિદાય!
Published by: OBS Bureau
Last Updated: Aug 27, 2025, 01:30 PM IST

ગુજરાતના ગૃહ વિભાગમાં મોટા પાયે ફેરફાર થયો, મોટાભાગના IPS અધિકારીઓની બદલી થઈ છે. જે અધિકારીઓની બદલી થતાં તેમને જેતે શહેર-જિલ્લાઓમાંથી વિદાયમાન આપવામાં આવ્યું હતું. તે સમય ક્યાંક ભાવુક દ્રશ્યો સર્જાયા હતા, તો ક્યાંક ફૂલ વર્ષા સાથે વિદાય આપવામાં આવી હતી, ક્યાંક સાથી કર્મચારીઓ રડ્યા અને ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લાગ્યા હતા.


''મારું દિલ ભરાઈ ગયું છે એવો પ્રેમ આપ્યો''

IPS શેફાલી બરવાલની અરવલ્લી ખાતે બદલી થતા સાથી સ્ટાફ દ્વારા ભર વરસાદમાં તેમની ગાડીને ખેંચીને તેમુના પર ફૂલ વર્ષા કરીને વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે તેમણે કહ્યું કે, ''મારું દિલ ભરાઈ ગયું છે એવો તમામે પ્રેમ આપ્યો છે''


ભાવૂક દ્રશ્યો સર્જાયા હતા

અમદાવાદ શહેર ટ્રાફિક DCP સફીન હસનની મહીસાગર જિલ્લાના SP તરીકે બદલી થતાં વિદાય કાર્યક્રમમાં ભાવૂક દ્રશ્યો સર્જાયા હતા. સાથી કર્મચારી-અધિકારી તેમના સાથીઓને ગળે મળ્યા ત્યારે સાથી કર્મચારીઓ તેમના આંસુ રોકી શક્યા ન હતાં.


દોરડાથી ગાડી ખેંચી વિદાય આપી

જામનગર SP પ્રેમસુખ ડેલુના વિદાય સમારંભમાં સાથી કર્મચારીઓએ ઢોલ નગારા વગાડી, ગુલાબની પાંખડી વરસાવી અને ગાડીને ફૂલોના દોરડાથી ખેંચી વિદાય આપી હતી.

લોકો આંસુ રોકી શક્યા નહોતા

દિયોદર ASP સુબોધ માનકર વિદાય કાર્યક્રમમાં ભાવુક થઈ ગયા હતા. આ ક્ષણે ઉપસ્થિત તમામ લોકો આંસુ રોકી શક્યા નહોતા.


સાથી કર્મચારીઓએ ફૂલો વરસાવ્યા

બનાસકાંઠાથી IPS અક્ષયરાજ મકવાણાની ભરૂચ ખાતે બદલી થતાં વિદાયમાન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સાથી કર્મચારીઓએ ફૂલો વરસાવ્યા હતા. તેમની ગાડીને દોરડાથી ખેંચી વિદાયમાન આપ્યું હતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now