Home Gujarat Ipl Final 2025 In Ahmedabad Todayclosing Ceremony To Be Held On The Theme Of Operation Sindoor At Narendra Modi Stadium

આજે અમદાવાદમાં IPL FINAL 2025 : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓપરેશન સિંદૂરની થીમ પર યોજાશે ક્લોઝિંગ સેરેમની, જાણો સંપૂર્ણ માહિતી

આજે અમદાવાદમાં IPL FINAL 2025
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jun 03, 2025, 10:18 AM IST

IPL FINAL 2025 at Ahmedabad: આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈપીએલ 2025ની ફાઈનલ રમાશે. વિરાટ કોહલીની બેંગલુરું અને શ્રેયશ ઐયરની પંજાબમાંથી કોઈ એક ટીમ આજે આઈપીએલના ઈતિહાસમાં પહેલીવાર ચેમ્પિયન બનશે. મેચને લઈને બન્ને ટીમોના ચાહકોમાં ભારે ઉત્સાહ હશે. સાંજે 7.30 વાગ્યે મેચનો પ્રારંભ થશે. એક લાખ કરતા પણ વધારે ક્રિકેટ ચાહકો સ્ટેડિયમમાં આ મેચનો આનંદ માણશે. સાથે આતંકીઓને ઓપરેશન સિંદૂર થકી સેનાએ આપેલાં જડબાતોડ જવાબની પણ અહીં ઉજવણી કરવામાં આવશે. સેનાના શૌર્યને આ પ્રસંગે સન્માનિત કરવામાં આવશે.

‘ઓપરેશન સિંદૂર’ થીમ પર ક્લોઝિંગ સેરેમની:
આ વર્ષની ક્લોઝિંગ સેરેમની ખાસ હશે, કારણ કે તેનું આયોજન ભારતીય સેનાના ‘ઓપરેશન સિંદૂર’ની સફળતાને સમર્પિત રાખવામાં આવ્યું છે. દેશની સેનાની શક્તિ અને સંકલ્પને સન્માન આપતા કાર્યક્રમોનું આયોજન કરાયું છે:

સ્ટેડિયમમાં સેનાના શૌર્યને કઈ રીતે અપાશે સન્માન?

સ્ટેડિયમ તિરંગા રંગની લાઇટિંગથી ઝળહળશે
પ્રસિદ્ધ સંગીતકાર શંકર મહાદેવન દેશભક્તિના ગીતો પર લાઇવ પર્ફોર્મન્સ આપશે
આર્મી, નેઇવી અને એરફોર્સના ચીફ સહિત સેનાના અધિકારીઓને અપાયું આમંત્રણ
આ સેરેમની દેશભક્તિ અને ક્રિકેટના મેળાવડાની ભવ્યતા રજૂ કરશે

દેશ-દુનિયાથી ઉમટી પડશે ચાહકોઃ
મેચને લઇને ચાહકોમાં ભારે ઉત્સાહ છે. મુંબઈ, પુણે અને બેંગલુરુ જેવા શહેરોથી અમદાવાદ આવતી ફ્લાઇટ્સના ભાડા અઢીથી ડબલ થઈ ગયા છે. અમદાવાદ શહેરની હોટેલ્સ પણ ફૂલ બુક જોવા મળી રહી છે.

પાર્કિંગ સુવિધાઃ
મેચના દિવસે ટ્રાફિક અને પાર્કિંગમાં થતા વિલંબ ટાળવા માટે, પાર્કિંગ વ્યવસ્થામાં ટેક્નોલોજીની મદદ લેવામાં આવી છે.
1) Show My Parking એપ
ચાહકો એન્ડ્રોઇડ/આઈઓએસ એપ દ્વારા અગાઉથી પાર્કિંગ સ્લોટ બુક કરી શકે છે.
GPS આધારિત માર્ગદર્શનથી લોકેશન સરળતાથી મળી રહેશે.
2) WhatsApp પરથી બુકિંગ
વોટ્સએપ નંબર +91 95120 15227 પર “Hi” લખીને મોકલો.
3) ચેટબોટ દ્વારા પાર્કિંગ સ્લોટ બુક કરવા સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શન મળશે.
આ છે વિશ્વનું પ્રથમ AI WhatsApp ચેટબોટ મેનેજ્ડ પાર્કિંગ સિસ્ટમ, વિકસિત ટેકઅલ્ટ્રા સોલ્યુશન્સ અને Show My Parking દ્વારા.

મેટ્રો અને BRTSથી સ્ટેડિયમ સુધી પહોંચો સરળતાથીઃ
અમદાવાદ મેટ્રોનું નિકટમ સ્ટેશન સ્ટેડિયમના દરવાજા નજીક જ છે.
BRTS સેવામાં પણ વિશેષ બસ ટ્રિપ્સ યોજવામાં આવી છે.
મેટ્રો માટે કાગળની ટિકિટ લેવી ફરજિયાત છે (કાર્ડ કરતાં થોડી મોંઘી).
ભીડથી બચવા માટે રિટર્ન ટિકિટ પહેલેથી ખરીદવી ઉત્તમ વિકલ્પ.
મેટ્રો કાગળની ટિકિટ ફરજિયાત, રિટર્ન ટિકિટ એડવાન્સમાં ખરીદવી

IPL ફાઇનલ માત્ર રમત નહિ, પણ રાષ્ટ્રગૌરવ, ટેકનોલોજી અને સમારોહનો અનોખો સમન્વય છે. ‘ઓપરેશન સિંદૂર’ થીમથી દેશના હીરોને સન્માન આપવામાં આવશે અને વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ચાહકો એક અનમોલ અનુભૂતિ માણશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now