IPL 2026 : ભારતમાં ક્રિકેટ એ માત્ર રમત નથી, પણ એક ઉત્સવ છે. IPL 2026 તેની ચરમસીમા પર છે અને ફિન એલન જેવા ખેલાડીઓ સેન્ચુરી ફટકારીને આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ઓક્શનમાં કરોડો રૂપિયામાં વેચાતા વિદેશી ખેલાડીઓ જ્યારે મેદાન પર ઉતરે છે, ત્યારે તેમની કમાણી જેટલી ચર્ચામાં હોય છે, તેટલી જ જટિલ તેમની ટેક્સ પ્રક્રિયા પણ હોય છે. ભારત સરકાર આ ખેલાડીઓની કમાણીમાંથી મોટો હિસ્સો ટેક્સ તરીકે મેળવે છે.
ખેલાડીઓની કમાણીના વિવિધ પાસાઓ
વિદેશી ખેલાડીની આવક માત્ર તેમની ઓક્શન પ્રાઇસ પૂરતી સીમિત નથી હોતી. તેમની કમાણી મુખ્ય ચાર ભાગમાં વહેંચાયેલી હોય છે:
બેઝ સેલેરી : જે રકમમાં ફ્રેન્ચાઈઝીએ તેમને ઓક્શનમાં ખરીદ્યા હોય (જેમ કે કેમેરોન ગ્રીન માટે ₹25.20 કરોડ).
મેચ ફી : ટુર્નામેન્ટની દરેક મેચ રમવા માટે ખેલાડીઓને નિર્ધારિત ફી આપવામાં આવે છે.
ઈનામી રકમ : 'મેન ઓફ ધ મેચ', 'ઓરેન્જ કેપ', કે 'પર્પલ કેપ' જેવા એવોર્ડ્સ દ્વારા મળતી રોકડ રકમ.
એન્ડોર્સમેન્ટ : ભારતમાં રહીને તેઓ જે જાહેરાતો, બ્રાન્ડ પ્રમોશન કે સોશિયલ મીડિયા કેમ્પેઈન કરે છે, તેમાંથી પણ મબલખ કમાણી થાય છે.
ટેક્સના કડક નિયમો : સેક્શન 211 ની ભૂમિકા
ભારતના ઇનકમ ટેક્સ એક્ટ 2025 હેઠળ, વિદેશી રમતવીરો જે ભારતના નિવાસી નથી, તેમના માટે ખાસ જોગવાઈઓ છે. સેક્શન 211 મુજબ, વિદેશી ખેલાડીઓની રમત દ્વારા થતી આવક પર 20% ફ્લેટ ટેક્સ વસૂલવામાં આવે છે. આ ટેક્સ સીધો તેમના પેમેન્ટમાંથી કાપી લેવામાં આવે છે (TDS). આ 20% ઉપરાંત, ખેલાડીએ 4% હેલ્થ અને એજ્યુકેશન સેસ પણ ચૂકવવો પડે છે. જો કમાણી કરોડોમાં હોય, તો તેના પર 10% થી 37% સુધીનો સરચાર્જ પણ લાગુ પડે છે, જે ટેક્સની રકમને નોંધપાત્ર રીતે વધારી દે છે.
આ સ્ટાર ખેલાડીની ગર્લફ્રેન્ડે બે વખત ‘ગેમ પ્લાન’ કર્યા લીક!: IPL માં ગર્લફ્રેન્ડની આવી હરકતથી મચ્યો હંગામો
ખર્ચમાં કોઈ રાહત નહીં : ગ્રોસ બેસિસ ટેક્સેશન
સામાન્ય કરદાતાઓને રોકાણ કે ખર્ચ પર જે કપાત (Deductions) મળે છે, તેવી કોઈ પણ સુવિધા વિદેશી ખેલાડીઓને મળતી નથી. તેમની કુલ કમાણી (Gross Income) પર જ ટેક્સ ગણાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ ખેલાડીએ ભારતમાં રહેવા કે મુસાફરી પાછળ ખર્ચ કર્યો હોય, તો તે તેની આવકમાંથી બાદ કરી શકાતો નથી. તેમને પૂરેપૂરી રકમ પર જ ટેક્સ ભરવો પડે છે.
BCCI એ અર્શદીપ સિંહ પર કેમ અચાનક લગાવ્યો પ્રતિબંધ?: IPL 2026 વચ્ચે કડક કાર્યવાહીથી ક્રિકેટ જગત ચોંક્યું!
DTAA : ડબલ ટેક્સથી બચવાનો માર્ગ
વિદેશી ખેલાડીઓ માટે સૌથી મોટી રાહત 'ડબલ ટેક્સ અવોઇડન્સ એગ્રીમેન્ટ' (DTAA) છે. ભારત અને ખેલાડીના વતન (જેમ કે ઓસ્ટ્રેલિયા કે ઈંગ્લેન્ડ) વચ્ચે થયેલા આ કરાર મુજબ, ખેલાડીએ એક જ આવક પર બે દેશોમાં ટેક્સ ભરવો પડતો નથી. જો ખેલાડી ભારતમાં 20% ટેક્સ ભરી દે છે, તો તે પોતાના દેશમાં ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે આ ટેક્સની 'ક્રેડિટ' મેળવી શકે છે, જેથી તેને આર્થિક નુકસાન ન થાય.





