Home Gujarat Ipl 2025 Final Match Tickets Black Sale Man Police Arrested

IPLની ફાઈનલ મેચની ટિકિટોનું કાળાબજારી કરતો શખ્સ સકંજામાં : 1500ની ટિકિટ 6 હજારમાં વેચાણ કરતો!

IPLની ફાઈનલ મેચની ટિકિટોનું કાળાબજારી કરતો શખ્સ સકંજામાં
Published by: OBS Bureau
Last Updated: Jun 02, 2025, 12:38 PM IST

IPL 2025ની ફાઈનલ મેચ આગામી તારીખ 3 જૂનના રોજ યોજાનાર છે. જે મેચ પહેલા ટિકિટના કાળાબજારીયાઓ બિલાડીના ટોપની જેમ ફૂટી નિકળ્યા છે, અને લોકો પાસેથી અધધ રૂપિયા પડાવી ટિકિટો બ્લેકમાં પધારાવી રહ્યા છે. ત્યારે અમદાવાદ પોલીસ પણ એક્ટિવ થઈ છે અને બ્લેકમાં ટિકિટ વેચતા લોકો પર તવાઈ બોલાવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વિજય ચાર રસ્તા પાસેથી 10 નંગ ટિકિટ સાથે એક આરોપીને દબોચ્યો છે.



1500ની ટિકિટ 6000 રૂપિયામાં વેચણ!
આઈપીએલ ફાઇનલ મેચની ટિકિટોનું મોટા ભાગે વેચાણ થઈ ગયું છે, જેનો લાભ ઉઠાવીને કાળા બજારીયાઓ ક્રિકેટ રસિકોને ઉંચા ભાવે ટિકિટો આપી રહ્યાં છે. ત્યારે અમદાવાદ પોલીસે ભાવુક નરપાતર લાદુરામજી ચૌહાણની કોમર્સ છ રસ્તાથી વિજય ચાર રસ્તા પાસે મેટ્રો પિલ્લર નીચેથી 10 નંગ ટિકિટો સાથે દબોચ્યો છે. ઉલ્લેખનીય છે કે, આરોપી પાસેથી ઓનલાઇન બુક કરેલી ફાઇનલ ક્રિકેટ મેચની રૂપિયા 1500, 5000 અને 2000 ના ભાવની ટિકિટો મળી આવી છે. જે ટિકિટો તે રૂપિયા 6000ના વેચતા હોવાની કબૂલાત પણ કરી છે.

અગાઉ પણ ટિકિટોનું કાળ બજાર કરતો શખ્સ ઝડપાયો હતો

આવતીકાલે એટલે 3 જૂનના રોજ IPL 2025ની ફાઈનલ મેચ છે અને જેના પહેલા ટિકિટોનું કાળા બજારી કરતા કેટલા શખ્સો એક્ટિવ થયા છે. ત્યારે પોલીસે અગાઉ પણ આવા કેટલાક આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી છે. આરોપી અમન દિપક નાનેમ ખુશીરામાની પણ પોલીસે ધરપકડ કરી હતી. જેના પાસેથી કુલ 6 ટિકિટો મળી આવી હતી. આ આરોપી 1500 રૂપિયાની ટિકિટ લોકોને 5 હજાર રૂપિયામાં પધરાવતો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now