Home International Iphone Will Become More Costly Prices May Increase By Up To 40 Percent In America Trump Tariff Policy

શું iPhone લોકો માટે બની જશે સપનું? : ટ્રમ્પના ટેરિફની અસર iPhone પર પણ પડી શકે છે

શું iPhone લોકો માટે બની જશે સપનું?
Published by: OBS Bureau
Last Updated: Apr 06, 2025, 07:45 AM IST

ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિ ફરી એકવાર ચર્ચામાં છે અને આ વખતે ટાર્ગેટ પર છે Appleનો iPhone. અમેરિકી રાષ્ટ્રપતિ દ્વારા લાદવામાં આવેલા "રેસિપ્રોકલ ટેરિફે" વેપાર યુદ્ધનો ભય પેદા કર્યો છે. અહેવાલો અનુસાર, જો એપલ યુઝર્સ પર આ વધારાની કિંમત મૂકે તો હાઇ-એન્ડ આઇફોનની કિંમત લગભગ 2,300 ડોલર સુધી પહોંચી શકે છે.

આઇફોનનું ઉત્પાદન મુખ્યત્વે ચીનમાં કરવામાં આવે છે જ્યાં 54%નો ભારે કર લાદવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં એપલની સામે માત્ર બે જ રસ્તા છે, ક્યાં તો આ બોજ પોતે જ સહન કરે અથવા ગ્રાહકો પર મુકે.

iPhoneની કિંમત વધી શકે છે.
મળતી માહિતી મુજબ ટ્રમ્પની નીતિને કારણે આઈફોનની કિંમતોમાં 30થી 40 ટકાનો વધારો જોવા મળી શકે છે. ઉદાહરણ તરીકે, iPhone 16, જે 799 ડોલરમાં લોન્ચ થયો હતો, તે હવે 1,142 ડોલર સુધી પહોંચી શકે છે. તે જ સમયે, iPhone 16 Pro Maxની કિંમત 2,300 ડોલરની આસપાસ જઈ શકે છે. iPhoneના સૌથી સસ્તા મોડલiPhone 16eની કિંમત પણ 599 ડોલરથી વધીને 856 ડોલર થઈ શકે છે. માત્ર આઇફોન જ નહીં, અન્ય એપલ ડિવાઈસ પણ મોંઘા થઈ શકે છે.

એપલની મુશ્કેલીઓ
CFRA રિસર્ચના નિષ્ણાત એન્જેલો ઝિનો માને છે કે એપલ માત્ર 5થી 10 ટકા ટેક્સ ગ્રાહકો પાસેથી લઈ શક્શે. હાલમાં, કંપની આઇફોન 17ના લૉન્ચિંગ સુધી કિંમતમાં કોઈ મોટો ફેરફાર નહીં કરે. ભલે એપલ કેટલાક ઉત્પાદનને ભારત અને વિયેતનામ જેવા દેશોમાં સ્થાનાંતરિત કરી રહ્યું છે, ત્યાં પણ 26%થી 46% સુધીનો કર લાગુ પડે છે, જે ખર્ચ ઘટાડી રહ્યું નથી.

અમેરિકામાં એપલનું રોકાણ
એપલે આગામી ચાર વર્ષમાં અમેરિકામાં 500 અબજ ડોલરના રોકાણની જાહેરાત કરી છે. "અમે અમેરિકામાં રોકાણ કરીશું અને આ રોકાણથી દેશનું ભવિષ્ય મજબૂત કરીશું", તેમ સીઇઓ ટિમ કૂકે જણાવ્યું હતું. પરંતુ તે જોવાનું રસપ્રદ રહેશે કે શું આ રોકાણ આઇફોનની ગગનચુંબી કિંમતોને ટકી શકશે કે નહીં.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક
આજે 31 માર્ચ
લોકસભામાં અમિત શાહનો લલકાર
‘હોર્મુઝ સ્ટ્રેટ ખોલો, નહીં તો...’,