Home International International News Indian Astronaut Shubhanshu Shukla Axiom Mission 4 Iss Launch

ચાર દાયકા બાદ અંતરિક્ષમાં ઈતિહાસ રચશે ભારત : આવતીકાલે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચશે ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા

ચાર દાયકા બાદ અંતરિક્ષમાં ઈતિહાસ રચશે ભારત
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jun 25, 2025, 12:39 PM IST

Indian Astronaut Shubhanshu Shukla: ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અંતરિક્ષમાં ઈતિહાસ રચવા આજે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) જવા માટે રવાના થયા છે. તેઓએ એક્સિયમ મિશન 4 (Ax-4) હેઠળ સ્પેસએક્સના ફાલ્કન-9 રોકેટમાં જોડાયેલા ડ્રેગન સ્પેસક્રાફ્ટ મારફતે ઉડાન ભરી હતી. આ અવકાશ મિશન ભારત માટે ખાસ છે, કારણ કે 41 વર્ષ પછી કોઈ ભારતીય અંતરિક્ષમાં જઈ રહ્યો છે. ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા સાથે અન્ય ત્રણ અવકાશયાત્રીઓ પણ સ્પેસ સ્ટેશન જઈ રહ્યા છે. આવતીકાલે સાંજે 4:30 વાગ્યે ISS પહોંચીને ઈતિહાસ રચશે.

લોન્ચિંગની ઝાંખી:
તારીખ: 25 જૂન 2025
સમય: બપોરે 12:00 વાગ્યે (ભારતીય સમય અનુસાર)
સ્થળ: નાસાનું કેનેડી સ્પેસ સેન્ટર, ફ્લોરિડા
રચના: ફાલ્કન-9 રોકેટ + ડ્રેગન કેપ્સ્યુલ
ઉદ્દેશ્ય: ISS માટે મુસાફરી, વૈજ્ઞાનિક અને ટેકનોલોજી પર્ફોર્મન્સ ટેસ્ટ
આ સ્પેસક્રાફ્ટ 26 જૂનના રોજ સાંજે 4:30 વાગ્યે ISS પર પહોંચવાની શક્યતા છે. સમગ્ર મુસાફરીમાં લગભગ 28.5 કલાક લાગશે.

મિશન પાછળની યોજનાઓ:
Ax-4 મિશનનો મુખ્ય હેતુ શું છે?
માઈક્રોગ્રેવિટીમાં વૈજ્ઞાનિક પ્રયોગો કરવા
અંતરિક્ષ ટેકનોલોજીનું પરીક્ષણ
વિશ્વભરના અંતરિક્ષ યાત્રીઓને એક સહયોગી પ્લેટફોર્મ આપવું
શૈક્ષણિક અને પ્રેરણાત્મક પ્રવૃત્તિઓ દ્વારા પૃથ્વી પર જાગૃતિ લાવવી
આ ઉપરાંત, એક્સિયમ સ્પેસે ભવિષ્યમાં પોતાનું વ્યાપારી સ્પેસ સ્ટેશન બનાવવાની યોજના બનાવી છે, જેનો આ મિશન ભાગ છે.

શુભાંશુ શુક્લાનો મહત્ત્વપૂર્ણ રોલઃ

ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા, ભારતના પ્રતિનિધિ તરીકે આ મિશનમાં ભાગ લઈ રહ્યા છે. તેઓને નાસા અને ઇસરોના સહયોગથી પસંદ કરવામાં આવ્યા છે. તેમના માટે આ અવકાશમિશન માત્ર એક સફળતા નથી, પણ ભવિષ્યના ભારતીય અવકાશયાત્રાઓ માટે માર્ગદર્શક પણ છે.

મિશન સામે ના પડકારોઃ
આ મિશનને સફળ બનાવવા માટે ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો:
29 મે: ડ્રેગન સ્પેસક્રાફ્ટ તૈયાર ન હોવાથી મુલતવી
8 જૂન: ફાલ્કન-9 તૈયાર ન હોવાથી મુલતવી
10-11 જૂન: હવામાન અને ટેકનિકલ તકલીફો (ઓક્સિજન લીક)
19-22 જૂન: સ્વાસ્થ્ય અને ISS સર્વિસ મોડ્યુલનું મૂલ્યાંકન
છઠ્ઠીવારના પ્રયાસે આખરે મિશન સફળતાપૂર્વક લોન્ચ થયું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now