Home Gujarat Interesting Facts From The History Of The Commonwealth Games

Commonwealth Games ના ઇતિહાસના રસપ્રદ તથ્યો : ભારતને આ બે વર્ષમાં મેડલ વિના રહેવું પડ્યું હતું

Commonwealth Games  ના ઇતિહાસના રસપ્રદ તથ્યો
Published by: OBS Bureau
Last Updated: Nov 28, 2025, 11:18 AM IST

અહેવાલ: Samir Shukla (Senior Journalist), New Jersey, USA

Commonwealth Games 2030 : કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે સૌપ્રથમ મેડલ 1934 માં જીત્યો હતો. લંડનમાં કુસ્તીબાજ રશીદ અનવરે વેલ્ટરવેઇટ ફ્રીસ્ટાઇલ કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે સમયે માત્ર છ ભારતીય એથ્લેટ્સે ભાગ લીધો હતો.

જો કે ભારતને પહેલો ગોલ્ડ મેડલ મેળવવામાં થોડો સમય લાગ્યો. મહાન એથ્લેટ મિલ્ખા સિંહે 1958 માં કાર્ડિફમાં યોજાયેલી ગેમ્સમાં 440 યાર્ડ દોડ માં ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સિદ્ધિએ ભારતીય એથ્લેટિક્સને નવી ઓળખ આપી હતી

ભારતીય મહિલાઓએ 1978 માં એડમન્ટન, કેનેડામાં યોજાયેલી ગેમ્સમાં પહેલો મેડલ જીત્યો હતો. અમી ઘીઆ અને કંવલ ઠાકર સિંહની જોડીએ બેડમિન્ટન ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો.

મેડલ વિનાના વર્ષો

ભારત માત્ર બે જ વાર કોમનવેલ્થ ગેમ્સમાં એક પણ મેડલ જીત્યા વિના પાછું ફર્યું છે: 1938 (સિડની) અને 1954 (વાનકુવર).

અમદાવાદને 2030 ની કોમનવેલ્થ ગેમ્સ માટે યજમાન તરીકે મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત 2047' ના વિઝનને અને ભારતીય રમતગમત માળખાને વૈશ્વિક સ્તરે લઈ જવાના પ્રયાસોને મોટું બળ પૂરું પાડશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now