Home Gujarat Instructions To The Administration To Operate 24x7 Control Room Regarding Rain Andstorms

વાવાઝોડાના ખતરા વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલે આપ્યા મોટા આદેશ : વરસાદ અને વાવાઝોડાને લઈ વહીવટી તંત્રને 24x7 કંટ્રોલરૂમ કાર્યરત કરવા સૂચનાઓ

વાવાઝોડાના ખતરા વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલે આપ્યા મોટા આદેશ
Published by: OBS Bureau
Last Updated: May 22, 2025, 05:51 AM IST

અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને પગલે ગુજરાતમાં સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં પવન ફૂંકાવાની સાથે વરસાદની પણ હવામાન વિભાગે આગાહી કરી છે. આ સાથે સાથે હવામાન વિભાગે યલો એલર્ટ પણ જાહેર કર્યું છે.
24x7 કંટ્રોલરૂમ કાર્યરત કરવા સૂચનાઓ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવામાન વિભાગે કરેલી આગાહીને ધ્યાને લેતા, રાજ્યના આ જિલ્લાઓમાં જિલ્લા વહીવટી તંત્રોને સતર્ક અને સજાગ રહેવા તેમજ 24x7 કંટ્રોલરૂમ કાર્યરત કરવા સૂચનાઓ આપી છે. આ સંભવિત વરસાદ કે ભારે પવન સામે તકેદારી સાથેના સલામતી પગલાઓ માટેના દિશાનિર્દેશો પણ આપ્યા હતા. મુખ્યમંત્રીએ ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં પણ કંટ્રોલરૂમ 24x7 કાર્યરત રહે અને આ જિલ્લાઓ સાથે સતત સંપર્કમાં રહે તેવી સૂચનાઓ પણ આપી દિધી છે.
ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના સત્તાવાર આગમન પહેલાં જ, અરબી સમુદ્રમાં રચાયેલા ચક્રવાતી પરિભ્રમણને કારણે 21 થી 26 મે દરમિયાન ભારે પવન અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે વરસાદ માટે જિલ્લાવાર ઓરેન્જ અને યલો એલર્ટ (Yellow Alert) આપ્યું છે. આગામી પાંચ દિવસ માટે માછીમારોને પણ ચેતવણી આપવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now