વડોદરામાં ગત વર્ષે વિશ્વામિત્રી નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાતા પુષ્કળ પ્રમાણમાં માટીનું ધોવાણ થયું હતું. જેથી ચેનલોમાં માટી ચોટી જવાથી પાણી ડ્રેન થવામાં તક્લીફ થઈ હતી અને વોટર લોગીંગ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. આ પરિસ્થિતિને અટકાવવા માટે વડોદરા મનપા દ્વારા વેટીવર ગ્રાસનો નવતર પ્રયોગ હાથ ધર્યો છે.
વેટીવર ગ્રાસની વિશેષતા
વેટીવર ગ્રાસ માટીનું ધોવાણ અટકાવે છે. જમીનને કોઈપણ પ્રકારની નુકસાની થતી નથી આ પ્રયોગથી વિશ્વામિત્રીના પટ વિસ્તારમાં માટીનું ધોવાણ એક હદ સુધી ઓછું થાય છે. જેથી વરસાદી પાણી સહેલાઈથી બહાર નીકળી જાય છે. અને તે વિસ્તારમાં પાણી ભરાવવાની સ્થિતિ રહેતી નથી.
સમગ્ર કામગીરીને નિહાળવા માટે વડોદરાના મેયર પિન્કી સોની, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ. શીતલ મિસ્ત્રી, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સહિત વડોદરા મનપાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું કે કામગીરી 90 થી 95% પૂર્ણ કરવામાં આવી છે. તેમજ વેટીવર ગ્રાસની કામગીરી ખૂબ જ ઉપયોગી નિવડશે તે પણ જણાવવામાં આવ્યું હતું.
વડોદરાવાસીઓને પૂરથી બચાવવા વેટીવર ગ્રાસની કામગીરી ઉપયોગી નીવડશે? શું ખરેખર પૂરથી વડોદરાવાસીઓ બચી શક્શે તે સૌથી મોટો સવાલ છે.





