Home Gujarat Inert Gas Grenade Found During Excavation In Vadodara

ગ્રેનેડ મળતા છવાયો ગભરાટનો માહોલ : વડોદરાના નવાપુરા મહેબૂબ પુરામાં ગેસ ગ્રેનેડથી દોડતી થઇ પોલીસ

ગ્રેનેડ મળતા છવાયો ગભરાટનો માહોલ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 16, 2025, 10:14 AM IST

વડોદરાના મહેબુબપુરામાં ભાથુજી મહોલ્લા નજીક ખોદકામ દરમ્યાન ગેસ ગ્રેનેડ મળતા ગભરાટનો માહોલ છવાઈ જવા સાથે દોડધામ મચી ગઈ હતી. લોકોના ટોળા એકત્ર થવા લાગ્યા હતા,સ્થાનિક પોલીસને જાણ થતા પોલીસ અધિકારીઓ પણ દોડી ગયા હતા,તાત્કાલિક બોમ્બ ડીસ્પોઝલ એન્ડ ડીટેકશન સ્કવોડને જાણ કરવામાં આવતા BDDSની ટીમ પણ દોડી આવી હતી અને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી,BDDS દ્વારા આ ગ્રેનેડ ચેક કરવામાં આવતા તે અંદાજે ૪૦ વર્ષ જુનો ગેસ ગ્રેનેડ હતો અને નીર્જીવ હતો જેથી સૌએ હાશકારો અનુભવ્યો હતો.

વડોદરા પોલીસના સી ડિવિઝન એસીપી અશોક રાઠવાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે મંદિર પાસે ખોદકામ દરમ્યાન ગેસ ગ્રેનેડ મળી આવ્યો છે ૪૦ થી ૫૦ વર્ષ જુનો છે, BDDS ટીમને જાણ કરતા BDDS દ્વારા આ ગ્રેનેડ ચેક કરવામાં આવ્યો હતો જે એક્ટીવ હતો નહિ, અહી જૂની પોલીસ ચોકી હતી તો ત્યાનો હોય શકે અથવા ભૂતકાળમાં કોઈ રાયોટીંગની ઘટના બની હોય ત્યારે ગેસ ફેંકવામાં આવ્યો હોય શકે છે

કોઈ વ્યક્તિ આ ગ્રેનેડ મૂકી ગઈ હોય તેવા સ્થાનિક લોકોના આક્ષેપને નકારતા એસીપી અશોક રાઠવાએ કહ્યું કે આ ગ્રેનેડ ખુબ જુનો છે આ સ્ટીલનો બનાવેલો છે, જયારે હાલ પ્લાસ્ટિકના ગ્રેનેડ હોય છે તેથી આ બાબત માં કોઈ તથ્ય નથી અને ગ્રેનેડ ખુબ જુનો છે તે દેખાઈ આવે છે

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now