જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલાની ઘટના પછી હવે ભારત સરકારે ખુબ જ મહત્વપૂર્ણ પગલા ભર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી CCSની બેઠક પૂર્ણ થઈ છે અને આ બેઠક બાદ વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ બેઠક અંગે જાણકારી આપી છે. જેમાં
1. સિંધુ જળ સંધિને રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો
2. અટારી બોર્ડર ચેકપોસ્ટ બંધ કરવાનો નિર્ણય લેવાયો
3. SAARC અંતર્ગત પાકિસ્તાની નાગરિકોને આપવામાં આવેલી વિઝા છૂટ રદ કરવામાં આવી છે અને આ અંતર્ગત ભારતમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને 48 કલાકની અંદર ભારત છોડી દેવા માટે આદેશ અપાયા
4. ભારતમાં તમામ પાકિસ્તાની સૈન્ય સલાહકારોને એક સપ્તાહની અંદર ભારત છોડી દેવા માટે પણ કહેવામાં આવ્યું છે સાથે જ ભારત તેના સલાહકારોને પણ પરત બોલાવશે.
5. હાઈ કમિશનની કુલ સંખ્યા ઘટાડીને 30 કરવાનો નિર્ણય લેવામાં આવ્યો
આપને જણાવી દઈએ કે પહેલગામ હુમલા બાદ કેન્દ્ર સરકારે CCSની બેઠક પછી હવે સર્વદળીય બેઠક બોલાવવાનો નિર્ણય લીધો છે. આ બેઠક પાર્લામેન્ટ એનેક્સીમાં આવતીકાલે યોજાશે.





