Home Gujarat Indranil Rajguru Raised Questions On Thegovernment

રાજકોટ શહેર કોંગ્રેસે શહીદ જવાનોને આપી શ્રદ્ધાંજલિ : ઇન્દ્રનીલ રાજગુરુએ સરકરા પર ઉઠાવ્યા સવાલ

રાજકોટ શહેર કોંગ્રેસે શહીદ જવાનોને  આપી શ્રદ્ધાંજલિ
Published by: OBS Bureau
Last Updated: May 14, 2025, 09:11 AM IST

રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે પાકિસ્તાન સામે યુદ્ધમાં શહીદ થયેલા દેશના વીર જવાનોને કોંગ્રેસ સમિતિના શહેરના જાગનાથ પ્લોટ ખાતેના કાર્યાલયે તમામ આગેવાનો દ્વારા હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ, પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ દરમિયાન રાજકોટ શહેરના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહીદ વીર જવાનોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવામાં આવી હતી. આ  સાથે તેમણે સરાકર સામે સવાલો પણ કર્યા હતા.

ઇન્દ્રનીલ રાજગુરુના કેન્દ્ર સરકાર પર આક્ષેપ

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઇન્દ્રનીલ રાજગુરુએ જણાવ્યું હતું કે, દરેક દેશવાસીઓની લાગણી હતી કે દુશ્મન દેશ ક્યારેય ભૂલી ન શકે એવી સજા થવી જોઈએ, પરંતુ દેશને 56 ઇંચની છાતી ધરાવતા વડાપ્રધાનના પાટીયા ભિસાઈ ગયા. પ્રધાનમંત્રીએ સિંદૂરની વાત કરી દેશની લાગણી જીતી લીધી અને પાકિસ્તાનને જાણે કે, પૃથ્વી પરથી ભુસી નાખવી હોય એવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. આ સમયે દેશને પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય ઇન્દિરા ગાંધી યાદ આવી ગયા છે. અગામી સમયમાં શહેરના તમામ વોર્ડમાં યુદ્ધ વિરામ અંગે પત્રિકા વિતરણ કરી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.  સાચી વાત લોકો સમક્ષ  લઈ જવાશે.

કોંગ્રેસના આ નેતા હાજર રહ્યા

આ શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, ગાયત્રીબા વાઘેલા, જસવંતસિંહ ભટ્ટી, તુષાર નંદાણી, સંજય અજુડીયા, દિપ્તીબેન સોલંકી, યુનૂશભાઈ જુણેજા, રાજદીપ સિંહ જાડેજા, ભાવેશભાઈ બોરીચા, ગજેન્દ્રસિંહ ઝાલા, કેતનભાઇ તાળા, અહેસાનભાઈ ચૌહાણ, બિંદીયાબેન તન્ના સહિતના કોંગ્રેસના આગેવાનોએ વીર જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી પુષ્પાંજલિ કરી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now