Flight Emergency Landing: દુબઈથી મુંબઈ આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ (IGO1452)માં અચાનક કાર્ગો કમ્પાર્ટમેન્ટમાંથી ધુમાડો નીકળવાની ચેતવણી મળતાં મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પાયલટે તાત્કાલિક ફ્લાઈટને રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવાનો નિર્ણય લીધો હતો. સમયસર લેવાયેલા આ નિર્ણયના કારણે ફ્લાઈટનું સુરક્ષિત ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું અને તમામ મુસાફરો સલામત બચી ગયા.
આ પણ વાંચો: સમુદ્રની વચ્ચે 21 વર્ષનાં યુવકની તબિયત લથડી : કોસ્ટગાર્ડે હેલિકોપ્ટરથી કર્યું દિલધડક રેસ્ક્યુ
કાર્ગો કમ્પાર્ટમેન્ટમાં સ્મોકની વોર્નિંગ મળતાં લેવાયો નિર્ણય
મળતી માહિતી મુજબ, ઈન્ડિગોની ફ્લાઈટ નંબર IGO1452 દુબઈથી મુંબઈ તરફ જઈ રહી હતી. ઉડાન દરમિયાન એરક્રાફ્ટના કાર્ગો કમ્પાર્ટમેન્ટ (સામાન રાખવાના વિભાગ)માં સ્મોક એલર્ટ મળતાં કોકપિટમાં ચેતવણી સક્રિય થઈ હતી. ત્યારબાદ પાયલટે કોઈ જોખમ ન લેતા નજીકના રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવાનો નિર્ણય કર્યો.
ફ્લાઈટમાં 194 મુસાફરો અને ક્રૂ મેમ્બર સવાર
ફ્લાઈટમાં ક્રૂ મેમ્બર સહિત કુલ 194 લોકો સવાર હતા. સ્મોકની માહિતી મળતા જ કેટલાક મુસાફરોમાં ભય અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. જોકે, ક્રૂ મેમ્બર્સે મુસાફરોને શાંતિ જાળવવા અપીલ કરી અને જરૂરી સૂચનાઓ આપી હતી.
આ પણ વાંચોઃ ગુજરાતમાં બનશે દેશનું શિપબિલ્ડિંગ હબ : નવી પોલિસીથી ₹27,000 કરોડના રોકાણની આશા
રાજકોટ એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ
રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટને અગાઉથી જ એલર્ટ કરવામાં આવ્યો હતો. જેના કારણે એરપોર્ટ પર તમામ ઈમરજન્સી સેવાઓને તૈયાર રાખવામાં આવી હતી. ફ્લાઈટનું સફળતાપૂર્વક સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું અને તમામ 194 મુસાફરોને કોઈપણ ઈજા વિના બહાર કાઢવામાં આવ્યા.
પ્રાથમિક માહિતી મુજબ કાર્ગો કમ્પાર્ટમેન્ટમાં સ્મોકની ચેતવણી મળ્યા બાદ સાવચેતીના ભાગરૂપે ફ્લાઈટને રાજકોટમાં ઉતારવામાં આવી હતી. ધુમાડો કયા કારણોસર થયો તેની તપાસ એરલાઈન અને સંબંધિત એવિએશન સત્તાધિકારીઓ દ્વારા શરૂ કરવામાં આવી છે. હાલ સુધી કોઈ જાનહાનિ કે ઈજાની ઘટના સામે આવી નથી.






