Home National Indias Longest Bullet Train To Run From Delhi 1700 Km Route And Stations Spanning From Varanasi To The Siliguri Corridor Ahmedabad Amritsar And Jammu Routes Also In The Plan
દિલ્હીથી દોડશે દેશની સૌથી લાંબી બુલેટ ટ્રેન! : અમદાવાદ સહિત અહીં બનાવાશે 7 નવા કોરિડોર, જાણો આખે આખો રૂટ
India's longest bullet train: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ બાદ હવે કેન્દ્ર સરકાર દેશના અન્ય ભાગોમાં પણ હાઈ-સ્પીડ રેલ નેટવર્ક વિસ્તારવા માટે કમર કસી રહી છે. સરકારના પ્લાન મુજબ, દેશની રાજધાની દિલ્હી આગામી સમયમાં બુલેટ ટ્રેનનું સૌથી મોટું હબ બનવા જઈ રહ્યું છે. સરકારની પ્રાથમિકતામાં હાલ 'દિલ્હી-વારાણસી-સિલીગુડી હાઈ-સ્પીડ રેલ કોરિડોર' સૌથી ઉપર છે. મુંબઈ-અમદાવાદના અનુભવોમાંથી શીખીને આ પ્રોજેક્ટને ઝડપથી આગળ વધારવામાં આવશે, જેનાથી ઉત્તર ભારત અને પૂર્વ ભારત વચ્ચેનું અંતર આશ્ચર્યજનક રીતે ઘટી જશે.
દેશનો સૌથી લાંબો રૂટ 1705 કિમી લાંબો દિલ્હી-સિલીગુડી કોરિડોર 4 રાજ્યોને જોડશે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) ના પ્લાન મુજબ, દિલ્હી-વારાણસી-સિલીગુડી કોરિડોર આશરે 1705 કિલોમીટર લાંબો હશે, જે ભારતનો સૌથી લાંબો બુલેટ ટ્રેન રૂટ બનશે. શરૂઆતમાં દિલ્હીથી વારાણસી સુધીનો 865 કિમીનો રૂટ તૈયાર કરાશે અને ત્યારબાદ તેને વારાણસી-પટના થઈને પશ્ચિમ બંગાળના સિલીગુડી સુધી લંબાવવામાં આવશે. આ રૂટ ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળ સહિત ચાર રાજ્યોને જોડશે. કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા મુજબ, આગામી બે વર્ષમાં આ પ્રોજેક્ટ પર ગ્રાઉન્ડ લેવલનું કામ શરૂ કરવાનું લક્ષ્ય છે.
દિલ્હીથી સિલીગુડી( પશ્ચિમ બંગાળ) ની 20 કલાકની સફર માત્ર 6 કલાકમાં પૂરી થશે દિલ્હી-વારાણસી કોરિડોરની વાત કરીએ તો તેની અંદાજિત કિંમત 1.21 લાખ કરોડ રૂપિયા છે. આ રૂટ પર દિલ્હી (હઝરત નિઝામુદ્દીન), નોઈડા, જેવર ઈન્ટરનેશનલ એરપોર્ટ, મથુરા, આગ્રા, કનૌજ, લખનૌ, પ્રયાગરાજ અને વારાણસી જેવા પ્રમુખ સ્ટેશનો હશે. વિશેષ વાત એ છે કે નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટ (જેવર) પાસે 9.4 કિલોમીટર લાંબી અંડરગ્રાઉન્ડ ટનલ અને સ્ટેશન બનાવવામાં આવશે. આ સાથે જ આ રૂટમાં અયોધ્યાને જોડતો 135 કિમીનો એક અલગ કનેક્ટિંગ લિંક રૂટ પણ સામેલ કરવામાં આવશે. આ હાઈ-સ્પીડ કોરિડોર શરૂ થવાથી મુસાફરીના સમયમાં ધરખમ ઘટાડો થશે. દિલ્હીથી લખનૌનું અંતર માત્ર 2 કલાક 10 મિનિટમાં અને નોઈડા એરપોર્ટથી લખનૌ માત્ર 1 કલાક 40 મિનિટમાં કાપી શકાશે. જ્યારે દિલ્હીથી વારાણસી પહોંચવામાં અત્યારે 11 થી 12 કલાક લાગે છે, તે સફર બુલેટ ટ્રેન દ્વારા માત્ર 3 કલાક 50 મિનિટમાં પૂર્ણ થશે. આ ઉપરાંત, દિલ્હીથી સિલીગુડી (પશ્ચિમ બંગાળ)ની જે સફરમાં અત્યારે 20 કલાક થાય છે, તે ઘટીને માત્ર 6 કલાક થઈ જશે, જેનાથી મુસાફરોના 14 થી 15 કલાક બચશે. ભવિષ્યમાં આ રૂટને આસામના ગુવાહાટી સુધી લંબાવવાની પણ યોજના છે. આ પણ વાંચો: દિલ્હીમાં મોટી આતંકી સાજિશનો પર્દાફાશ, પાકિસ્તાન સાથે હતો સીધો સંપર્ક : 4 આંતકવાદીઓની ધરપકડથી ખુલ્યા રહસ્યો, મંદિર, પોલીસ સ્ટેશન અને સુરક્ષા સંસ્થાઓ પર હતી નજર
દિલ્હી-અમદાવાદ કોરિડોર: 886 કિમી લાંબા આ રૂટની ડીપીઆર (DPR) મંજૂર થઈ ગઈ છે આ હાઈ-સ્પીડ ટ્રેન દિલ્હી, ગુરુગ્રામ, જયપુર અને ઉદયપુર થઈને અમદાવાદ (સાબરમતી) પહોંચશે. એરપોર્ટની લાંબી લાઈનો, સિક્યોરિટી ચેકિંગ અને કલાકો પહેલાં પહોંચવાની ઝંઝટની સરખામણીમાં બુલેટ ટ્રેનની મુસાફરી વધુ આરામદાયક અને સમય બચાવનારી સાબિત થશે. બુલેટ ટ્રેન સ્ટેશનો સામાન્ય રીતે શહેરની મધ્યમાં હોવાથી કનેક્ટિવિટી સરળ રહેશે. ટેક્નોલોજીની વાત કરીએ તો આ ટ્રેનો જાપાનની પ્રખ્યાત શિંકાન્સેન E5 (Shinkansen E5) સીરીઝ પર આધારિત હશે, જે 320 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે. આ ટ્રેનોની ડિઝાઇન એવી હશે કે તે ભારતની 50 ડિગ્રી જેટલી કાળઝાળ ગરમી, ધૂળ અને ભેજને સરળતાથી સહન કરી શકશે.ભારત સરકાર દેશભરમાં કુલ 7 બુલેટ ટ્રેન કોરિડોર વિકસાવવા પર કામ કરી રહી છે, જેના પર અંદાજે 16 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. દિલ્હીથી માત્ર વારાણસી જ નહીં, પરંતુ દિલ્હી-અમદાવાદ (886 કિમી) અને દિલ્હી-અમૃતસર-જમ્મુ જેવા અન્ય રૂટ્સ પણ પ્લાનિંગમાં છે.
ભારતની પ્રથમ સ્વદેશી બુલેટ ટ્રેન 'B35' ઓગસ્ટ 2027 માં ગુજરાતમાં કરશે પ્રથમ ટ્રાયલ દેશમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત હવે ભારતની પ્રથમ સ્વદેશી બુલેટ ટ્રેન 'B35' પર ઝડપથી કામ ચાલી રહ્યું છે, જેનું નિર્માણ BEML કંપની કરી રહી છે. આ મેડ-ઇન-ઇન્ડિયા ટ્રેનને શરૂઆતમાં 280 કિમી પ્રતિ કલાકની ઝડપે ચલાવવા માટે ડિઝાઇન કરવામાં આવી રહી છે.આ સ્વદેશી બુલેટ ટ્રેન ઓગસ્ટ 2027માં મુંબઈ-અમદાવાદ કોરિડોર પર ગુજરાતના સુરત અને બિલીમોરા વચ્ચે 100 કિલોમીટરના રૂટ પર પોતાનું પ્રથમ ટ્રાયલ શરૂ કરશે. આગામી સમયમાં ટેક્નોલોજીના વિકાસ સાથે આ ટ્રેનની સ્પીડ વધારીને 350 કિમી પ્રતિ કલાક સુધી કરવામાં આવશે.