Home National Tvk Mla Elaiyaraja 35 Crore Bribe Offer Dmk Tamil Nadu

’35 કરોડની ઓફર…’ : TVK ધારાસભ્યનો મોટો દાવો, શું તમિલનાડુમાં પણ થશે ‘ખેલા’?

TVK MLA
Published by: OBS Bureau
Last Updated: Jul 02, 2026, 12:58 PM IST

TVK MLA: તમિલનાડુના રાજકારણમાં ધારાસભ્યોની ખરીદ-વેચાણ (હોર્સ ટ્રેડિંગ)ના આરોપોએ ખળભળાટ મચાવી દીધો છે. અભિનેતામાંથી રાજનેતા બનેલા મુખ્યમંત્રી જોસેફ વિજયની પાર્ટી 'તમિલગા વેત્રી કઝગમ' (TVK) ના ધારાસભ્ય એન. ઇલૈયારાજાએ એક અત્યંત ચોંકાવનારો દાવો કર્યો છે.

ઇલૈયારાજાનો આરોપ છે કે તેમને પક્ષ બદલવા અને DMKમાં જોડાવા માટે 30 થી 35 કરોડ રૂપિયા કેશ (રોકડા) આપવાની ઓફર કરવામાં આવી હતી. એટલું જ નહીં, તેમને એવું પણ કહેવામાં આવ્યું હતું કે સત્તાધારી પક્ષના 10 ધારાસભ્યો અને એક વર્તમાન મંત્રી પણ પક્ષ બદલવા માટે પહેલેથી જ તૈયાર થઈ ગયા છે.

આ પણ વાંચો: દિલ્હીથી દોડશે દેશની સૌથી લાંબી બુલેટ ટ્રેન! : અમદાવાદ સહિત અહીં બનાવાશે 7 નવા કોરિડોર, જાણો આખે આખો રૂટ

‘હું ગદ્દારી ન કરી શકું’

TVK ધારાસભ્ય ઇલૈયારાજાએ આ આખી વિગતનો પર્દાફાશ કર્યો હતો. તેમણે જણાવ્યું કે તિરુનાવુક્કરાસુ નામના એક આરોપીએ તેમનો સંપર્ક કર્યો હતો. ઇલૈયારાજાના જણાવ્યા અનુસાર આરોપી તિરુનાવુક્કરાસુએ મારી પાસે દાવો કર્યો હતો કે તેણે પહેલાથી જ TVKના 10 ધારાસભ્યો અને એક મંત્રીને DMKના પક્ષમાં જવા માટે મનાવી લીધા છે.

તેણે મને 30-35 કરોડ રૂપિયા રોકડા આપવાની ઓફર કરી અને કહ્યું કે આ મારા માટે બહુ મોટી તક છે. પરંતુ મેં તેને સ્પષ્ટપણે ફગાવી દીધી. જો મને ખબર હોત કે તે આ ઈરાદાથી ફોન કરી રહ્યો છે, તો હું તેનો ફોન જ ન ઉપાડત. હું મારા નેતા થલપતિ વિજય પ્રત્યે વફાદાર છું અને જનતાના વિશ્વાસ સાથે ગદ્દારી ન કરી શકું."

આ પણ વાંચો: વાલીઓ માટે મોટા ખુશખબર : પ્રાઇવેટ સ્કૂલોની મનસ્વી ફી પર લાગશે લગામ? સરકારનું મોટું પગલું, બનશે કમિટી

FIRમાં પૂર્વ મંત્રીનું નામ

આ પહેલા તમિલનાડુ પોલીસે તિરુનાવુક્કરાસુ, નરેશ અને ત્યાગરાજન નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. સૌથી મોટી વાત એ છે કે પોલીસે આ FIRમાં DMKના પૂર્વ મંત્રી વી. સેંથિલ બાલાજી અને તેમના ભાઈ અશોક કુમારનું નામ પણ સામેલ કર્યું છે, જેના કારણે આ મામલાએ સંપૂર્ણપણે રાજકીય રંગ પકડી લીધો છે. જોકે, DMKએ આ તમામ આરોપોને સદ્દંતર ફગાવી દીધા છે.

ઇલૈયારાજાની ફરિયાદ અનુસાર, આરોપીએ પોતાની ઓળખ એક પોલિટિકલ કન્સલ્ટન્સીના પ્રતિનિધિ તરીકે આપી હતી. આરોપીએ ઇલૈયારાજાને આ ઓફર સ્વીકાર ન કરવા પર ગંભીર પરિણામો ભોગવવાની ધમકી પણ આપી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now