પાકિસ્તાનની સશસ્ત્ર કવાયતના જવાબમાં, ભારતીય વાયુસેનાએ 23થી 25 જુલાઈ સુધી જોધપુર અને બાડમેરમાં ત્રણ દિવસીય મિલિટરી એક્સર્સાઈઝની ઘોષિત કરી છે. આ માટે વાયુસેનાએ NOTAM (એરમેન માટે સૂચના) પણ જારી કરી છે.
હવામાંથી હુમલાની શક્તિ દર્શાવવા માટે આ કવાયત દરમિયાન ફાઇટર જેટ, હેલિકોપ્ટર, ડ્રોન અને રિકોન વિમાનોનો સમાવેશ થશે. સૂત્રો અનુસાર, કવાયત દરમિયાન SEAD (Suppress Enemy Air Defense) અને DEAD (Destruction of Enemy Air Defense) અભ્યાસ કરાશે.
પાકિસ્તાને પણ ભારતના હવાઈ હુમલાની આશંકાથી પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે. મધ્ય અને દક્ષિણ પાકિસ્તાનમાં 16થી 23 જુલાઈ સુધી NOTAM લાગુ કરાયું છે.
આ પગલાં પહેલા TRF (The Resistance Front) પર અમેરિકા દ્વારા આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન તરીકે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. TRFને લશ્કર-એ-તૈયબાનું મોરચું ગણાવવામાં આવ્યું છે.
ભૂતકાળના ઓપરેશન સિંદૂર (મે 6-10) દરમિયાન, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના મુરિદકે અને બહાવલપુર સ્થિત લશ્કરના મુખ્ય મથકો અને હવાઈ સંરક્ષણ તંત્રને મોટું નુકસાન પહોંચાડ્યું હતું. માનવામાં આવે છે કે ચીને તાજેતરમાં પાકિસ્તાનને નવી HQ-9 અને LQ-80 મિસાઈલ સિસ્ટમો પણ આપી છે.
પાકિસ્તાનના ગુપ્તચર તંત્ર ISIએ હવે લશ્કરનું મુખ્ય મથક ખસેડવાનો અને તેનું નામ બદલવાનો ઈરાદો વ્યક્ત કર્યો છે, જે આંતરરાષ્ટ્રીય દબાણ ટાળવા માટેની નીતિ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.





