આગામી મહિલા T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે જેમાં અનુભવી ખેલાડીઓ સાથે યુવા પ્રતિભાઓને પણ તક આપવામાં આવી છે. ટીમની કમાન ફરી એકવાર હરમનપ્રીત કૌરના હાથમાં સોંપવામાં આવી છે જ્યારે યુવા ખેલાડી નંદિની શર્માને પ્રથમ વખત ટીમમાં સ્થાન મળ્યું છે. તાજેતરના પ્રદર્શન, ફિટનેસ અને આંતરરાષ્ટ્રીય અનુભવને ધ્યાનમાં રાખીને પસંદીગીઓ કરવામાં આવી છે. ટીમમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો સાથે સંતુલિત કોમ્બિનેશન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેથી ભારત વર્લ્ડ કપમાં મજબૂત પડકાર આપી શકે.
મહિલા વર્લ્ડ કપની ટીમ
હરમનપ્રીત કૌર (કેપ્ટન)
સ્મૃતિ મંધાના (વાઈસ કેપ્ટન)
શેફાલી વર્મા
જેમિમા રોડ્રિગ્સ
દીપ્તિ શર્મા
રિચા ઘોષ (વિકેટકીપર)
અરુંધતી રેડ્ડી
રેણુકા ઠાકુર
ક્રાંતિ ગૌડ
શ્રી ચરણી
શ્રેયંકા પાટિલ
ભારતી ફુલમાલી
યાસ્તિકા ભાટિયા
નંદની શર્મા
રાધા યાદવ
નંદિની શર્માનો ડેબ્યુ
આ ટીમમાં નંદિની શર્માને પ્રથમ વખત સ્થાન આપવામાં આવ્યું છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં સતત સારા પ્રદર્શનના આધારે નંદિની શર્માની પસંદગી કરવામાં આવી છે. ટીમ મેનેજમેન્ટે યુવા ખેલાડીઓને તક આપીને ભવિષ્ય માટે મજબૂત બેંચ સ્ટ્રેન્થ તૈયાર કરવાની દિશામાં પગલું ભર્યું છે. નંદિની શર્મા જેવી ખેલાડીઓની એન્ટ્રી ટીમમાં નવી ઉર્જા અને સ્પર્ધાત્મકતા લાવે છે. ક્રિકેટ નિષ્ણાતો માને છે કે આવા યુવા ખેલાડીઓ મોટા ટુર્નામેન્ટમાં ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો: અમદાવાદની 2038 એશિયન ગેમ્સ બિડને મોટું પ્રોત્સાહન : OCA ટીમ ટૂંક સમયમાં કરશે મુલાકાત
રાધા યાદવની વાપસી
ટીમમાં રાધા યાદવની વાપસી પણ નોંધપાત્ર છે. તેની સ્પિન બોલિંગ અને ઓલરાઉન્ડ ક્ષમતા ટીમને મજબૂતી આપે છે. અગાઉના અનુભવને ધ્યાનમાં રાખીને તેમને ફરી તક આપવામાં આવી છે. આ ઉપરાંત ટીમમાં અનુભવી ખેલાડીઓનો સમાવેશ કરીને મધ્યક્રમ અને બોલિંગ લાઇન-અપને મજબૂત બનાવવામાં આવ્યો છે. હરમનપ્રીત કૌરનું નેતૃત્વ ટીમ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે, કારણ કે તેમણે અગાઉ પણ ટીમને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢી છે.
ટૂર્નામેન્ટમાં કુલ 12 ટીમો ભાગ લઈ રહી છે. ભારતને ગ્રુપ-1માં રાખવામાં આવ્યું છે. જેમાં મજબૂત ટીમો સામે ટક્કર થશે. ગ્રુપ-1: ભારત, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેધરલેન્ડ. ગ્રુપ-2: ઇંગ્લેન્ડ, વેસ્ટ ઇન્ડીઝ, ન્યુઝીલેન્ડ, શ્રીલંકા, આયર્લેન્ડ, સ્કોટલેન્ડ.
આ પણ વાંચો: IPL 2026: ઓરેન્જ કેપની રેસમાં કેએલ રાહુલે બગાડી વૈભવ સૂર્યવંશીની રમત : આ 2 ખેલાડીઓનું છે વર્ચસ્વ
ટીમ કોમ્બિનેશન
બેટિંગ, બોલિંગ અને ઓલરાઉન્ડર મહિલા ખેલાડીઓની પસંદગી કવામાં આવી છે. ખાસ કરીને T20 ફોર્મેટને ધ્યાનમાં રાખીને ઝડપી સ્કોરિંગ અને અસરકારક ડેથ બોલિંગ પર ભાર મૂકવામાં આવ્યો છે. ટીમમાં સ્પિન અને પેસ બંને પ્રકારના બોલરોનો સમાવેશ કરીને વિવિધ પરિસ્થિતિઓમાં અનુકૂળતા જાળવવાનો પ્રયાસ થયો છે. સાથે જ, ફિલ્ડિંગ સ્ટાન્ડર્ડ પર પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે, જે T20 ફોર્મેટમાં નિર્ણાયક બની શકે છે.
પડકાર અને અપેક્ષાઓ
ભારતીય મહિલા ટીમ માટે આ વર્લ્ડ કપ એક મોટો પડકાર હશે. ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા જેવી ટીમો. આ ટીમોને ટક્કર આપવા સતત સારું પ્રદર્શન જરૂરી રહેશે. ટીમમાં પ્રતિભા અને સંતુલન બંને છે, પરંતુ મેચ દરમિયાન દબાણને કેવી રીતે સંભાળવું તે સફળતા નક્કી કરશે. ખાસ કરીને નોકઆઉટ મેચોમાં અનુભવ અને સ્ટ્રેટેજી મહત્વપૂર્ણ બનશે.





