Home Sports Aman Rao Fastest Century Telangana T20 2026

6,6,6,6,6,6,6,6,6,6,6,6,6... : સૂર્યવંશીના સાથી ખેલાડીને IPL 2026માં મોકો ન મળ્યો પણ ડોમેસ્ટિક ક્રિકેટમાં રચ્યો ઇતિહાસ

Aman Rao Perala
Image Credit: AI
Published by: Aryan Shah
Last Updated: Jun 23, 2026, 01:24 PM IST

Vaibhav Sooryavanshi : ભારતીય ઘરેલુ ક્રિકેટમાં અત્યારે યુવા ખેલાડીઓ પોતાની વિસ્ફોટક બેટિંગથી ધૂમ મચાવી રહ્યા છે. હાલમાં જ 15 વર્ષના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ લિસ્ટ-A ક્રિકેટમાં માત્ર 11 બોલમાં અડધી સદી ફટકારીને સનસનાટી મચાવી દીધી હતી. હવે તેના જ સાથી ખેલાડી અને રાજસ્થાન રોયલ્સના સભ્ય અમન રાવ પેરાલાએ બેટથી એવો કમાલ કર્યો છે કે, ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં એક નવો અધ્યાય ઉમેરાઈ ગયો છે. 22 વર્ષના અમન રાવે તેલંગાણા T20 લીગ 2026માં મેડક ફાલ્કન્સ સામે માત્ર 32 બોલમાં સદી ફટકારીને નવો ઇતિહાસ રચી દીધો છે.

અમન રાવની ઐતિહાસિક ઇનિંગ

તેલંગાણા T20 લીગ 2026માં વારંગલ વોરિયર્સ ટીમના કેપ્ટન અને ઓપનિંગ બેટ્સમેન અમન રાવ પેરાલાએ મેડક ફાલ્કન્સ સામેની મેચમાં શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું હતું. તેમને વિરોધી ટીમના બોલર્સની જોરદાર ધુલાઈ કરી હતી. અમને માત્ર 48 બોલમાં 295.83ના સ્ટ્રાઇક રેટથી 142 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. આ ઐતિહાસિક ઇનિંગમાં તેમને 12 ચોગ્ગા અને 13 ભવ્ય છગ્ગા ફટકાર્યા હતા. તેમની આ વિસ્ફોટક રમતની ચર્ચા હવે આખા ક્રિકેટ જગતમાં થઈ રહી છે.

આ પણ ખાસ વાંચો : આયર્લેન્ડ સિરીઝના 3 દિવસ પહેલા ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો! : આ ધુરંધર ખેલાડીની ટીમમાં થઈ સરપ્રાઈઝ એન્ટ્રી

સૌથી ઝડપી સદીનો નવો રેકોર્ડ

આ મેચમાં અમન રાવે માત્ર 17 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી લીધી હતી. ત્યારપછીના બીજા 50 રન તેમને માત્ર 15 બોલમાં જ બનાવી દીધા હતા. આમ તેમને માત્ર 32 બોલમાં પોતાની સદી પૂરી કરીને ભારતીય ઘરેલુ T20 લીગમાં કોઈ ભારતીય બેટ્સમેન દ્વારા સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ સાથે જ તે TG20 લીગના ઇતિહાસમાં સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન પણ બન્યો છે. અમનની આ વિસ્ફોટક ઇનિંગ બાદ રાજસ્થાન રોયલ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેનો નેટ્સમાં શક્તિશાળી શોટ્સ મારતો એક વીડિયો પણ શેર કર્યો છે.

આ પણ ખાસ વાંચો : IPLમાં DC અને LSG વચ્ચે થઈ ખેલાડીઓની 'હેરાફેરી' : મેગા ટ્રેડના 24 કલાકમાં જ ટીમનો કેપ્ટન પણ બદલાઈ ગયો

એક ઓવરમાં ફટકાર્યા 32 રન

આ ધમાકેદાર ઇનિંગ દરમિયાન અમન રાવે સૈયદ ગાઝી અબ્બાસ દ્વારા ફેંકાયેલી એક ઓવરમાં બોલર્સના છોતરા ઉડાવી દીધા હતા. આ ઓવરમાં અમને 4, 6, 6, 4, 6 અને 6 રન બનાવીને કુલ 32 રન ઝૂડી કાઢ્યા હતા. આ મેચમાં તેમને સાઈ વરુણ, તિલક વર્મા, રવિ તેજા અને સૂર્યતેજા જેવા બોલરોની સામે પણ આસાનીથી રન બનાવ્યા હતા. અમનની આ વિસ્ફોટક ઇનિંગના કારણે વારંગલ વોરિયર્સની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 258 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.

આ પણ ખાસ વાંચો : હેટ્રિક સાથે W,W,W,W,W,W... : IPLમાં કોઈએ ભાવ નહોતો પૂછ્યો, હવે T20માં મચાવ્યો હાહાકાર!

IPL 2026 માં નહોતી મળી તક

અમન રાવ હૈદરાબાદ માટે ઘરેલુ ક્રિકેટ રમે છે. IPL 2026ના ઓક્શનમાં રાજસ્થાન રોયલ્સની ટીમે તેને 30 લાખ રૂપિયાની બેઝ પ્રાઇઝ પર ખરીદ્યો હતો. જોકે, કમનસીબે તેને આખી સિઝન દરમિયાન એક પણ મેચ રમવાની તક મળી ન હતી. પરંતુ હવે તેલંગાણા T20 લીગમાં આ રેકોર્ડબ્રેક ઇનિંગ રમીને અમન રાવે સાબિત કરી દીધું છે કે તે મોટા સ્ટેજ પર રમવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now