Indian Cricket team : આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામે રમાનારી T20 સિરીઝ શરૂ થાય તે પહેલા જ ભારતીય ક્રિકેટ ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. ટીમના સ્ટાર ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી ઈજાના કારણે આ બંને મહત્વપૂર્ણ સિરીઝમાંથી બહાર થઈ ગયા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ તેમની જગ્યાએ મુંબઈના વિસ્ફોટક યુવા ઓલરાઉન્ડર સૂર્યાંશ શેડગેને ટીમમાં સામેલ કર્યો છે. 23 વર્ષીય સૂર્યાંશ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા સાબિત કરવાની આ એક સુવર્ણ તક છે.
નીતિશ કુમાર રેડ્ડી કેમ બહાર થયા?
BCCI દ્વારા 23 જૂનના રોજ આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, 20 જૂને અફઘાનિસ્તાન સામે રમાયેલી ત્રીજી ODI મેચ બાદ નીતિશ કુમાર રેડ્ડીને ક્વાડ્રિસેપ્સ (Quadriceps) ની સમસ્યા થઈ હતી. તબીબી તપાસ બાદ BCCIની મેડિકલ ટીમે તેમને આરામ અને રિહેબની સલાહ આપી છે. આ કારણે તેઓ આયર્લેન્ડ સામેની 2 T20 મેચ અને ઈંગ્લેન્ડ સામેની 5 મેચની T20 સિરીઝમાંથી બહાર થઈ ગયા છે. ભારત આ પ્રવાસમાં ઈંગ્લેન્ડ સામે 3 મેચની ODI સિરીઝ પણ રમશે.
આ પણ ખાસ વાંચો : IPLમાં DC અને LSG વચ્ચે થઈ ખેલાડીઓની 'હેરાફેરી' : મેગા ટ્રેડના 24 કલાકમાં જ ટીમનો કેપ્ટન પણ બદલાઈ ગયો
કોણ છે સૂર્યાંશ શેડગે અને કેવું છે તેનું પ્રદર્શન?
નીતિશ કુમાર રેડ્ડીના સ્થાને ટીમમાં આવેલા 23 વર્ષીય સૂર્યાંશ શેડગેએ હાલમાં શ્રીલંકામાં યોજાયેલી ટ્રાય સિરીઝમાં ભારત A માટે પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું. મધ્યમ ક્રમમાં બેટિંગ કરતાં તેણે 5 મેચોમાં 147 રન બનાવ્યા હતા. આ સાથે જ તેણે બોલિંગમાં પણ સારું યોગદાન આપતા આખી ટૂર્નામેન્ટમાં કુલ 23 ઓવર ફેંકી હતી. ઈન્ડિયા-Aએ આ સિરીઝમાં શ્રીલંકા-Aને હરાવીને ટાઇટલ જીત્યું હતું.
સ્થાનિક ક્રિકેટમાં સૂર્યાંશનો દબદબો
સૂર્યાંશ શેડગેએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (SMAT) 2024-25માં મુંબઈની ટીમને ચેમ્પિયન બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેણે નીચલા ક્રમમાં બેટિંગ કરતાં 251.92ના અદભૂત સ્ટ્રાઇક રેટથી 131 રન ફટકાર્યા હતા. તેની આ વિસ્ફોટક બેટિંગ અને ઉપયોગી બોલિંગ ક્ષમતાના કારણે જ પસંદગીકારોએ તેના પર ભરોસો મૂક્યો છે.
આ પણ ખાસ વાંચો : હેટ્રિક સાથે W,W,W,W,W,W... : IPLમાં કોઈએ ભાવ નહોતો પૂછ્યો, હવે T20માં મચાવ્યો હાહાકાર!
આયર્લેન્ડ સામેની T20 સિરીઝ માટે ભારતીય ટીમ
શ્રેયસ ઐયર (કેપ્ટન), તિલક વર્મા (વાાઇસ-કેપ્ટન), રવિ બિશ્નોઈ, અભિષેક શર્મા, સૂર્યાંશ શેડગે, પ્રસિદ્ધ કૃષ્ણા, સંજુ સેમસન, અક્ષર પટેલ, હર્ષિત રાણા, ઇશાન કિશન, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, શિવમ દુબે, પ્રિન્સ યાદવ અને વૈભવ સૂર્યવંશી.
ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝ માટે ભારતીય ટીમ
શ્રેયસ ઐયર (કેપ્ટન), તિલક વર્મા (વાઈસ-કેપ્ટન), રવિ બિશ્નોઈ, અભિષેક શર્મા, સૂર્યાંશ શેડગે, પ્રસિદ્ધ કૃષ્ણા, સંજુ સેમસન, અક્ષર પટેલ, હર્ષિત રાણા, ઈશાન કિશન, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, શિવમ દુબે, પ્રિન્સ યાદવ, વૈભવ સૂર્યવંશી અને વરુણ ચક્રવર્તી.
આ પણ ખાસ વાંચો : 100મી મેચમાં એમબાપ્પેનો ધમાકો : રોનાલ્ડોને પાછળ છોડી વર્લ્ડ કપમાં રચ્યો નવો ઈતિહાસ
ભારતનો આયર્લેન્ડ પ્રવાસનું શેડ્યૂલ
પહેલી T20 : 26 જૂન, બેલફાસ્ટ
બીજી T20 : 28 જૂન, બેલફાસ્ટ
ભારતનો ઈંગ્લેન્ડ પ્રવાસનું શેડ્યૂલ
1 જુલાઈ : પ્રથમ T20, ચેસ્ટર-લે-સ્ટ્રીટ
4 જુલાઈ : બીજી T20, માન્ચેસ્ટર
7 જુલાઈ : ત્રીજી T20, નોટિંગહામ
9 જુલાઈ : ચોથી T20, બ્રિસ્ટોલ
11 જુલાઈ : પાંચમી T20, સાઉધમ્પ્ટન
14 જુલાઈ : પ્રથમ વનડે, બર્મિંગહામ
16 જુલાઈ : બીજી વનડે, કાર્ડિફ
19 જુલાઈ : ત્રીજી વનડે, લોર્ડ્સ





