Home International India Russia Defense Plan Soldiers Fighter Jets

ભારત-રશિયા વચ્ચે નવો સૈન્ય સહકાર પ્લાન : 3000 સૈનિક અને 10 ફાઈટર જેટ કરાશે તૈનાત

ભારત-રશિયા વચ્ચે નવો સૈન્ય સહકાર પ્લાન
Published by: Niraj Chokshi
Last Updated: Apr 19, 2026, 10:54 AM IST

વૈશ્વિક રાજકીય અને સૈન્ય પરિસ્થિતિ વચ્ચે ભારત અને રશિયા વચ્ચેના સંબંધો ફરી એક વખત ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. તાજેતરમાં સામે આવેલી માહિતી મુજબ બંને દેશો વચ્ચે સૈન્ય સહકારને વધુ મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ યોજના પર ચર્ચા ચાલી રહી છે. જેમાં હજારો સૈનિકો અને ફાઈટર જેટની તૈનાતીનો સમાવેશ થાય છે.

શું છે સંપૂર્ણ સૈન્ય પ્લાન?

આ સંયુક્ત રક્ષા યોજના હેઠળ ભારતના આશરે 3000 સૈનિકોને રશિયામાં તૈનાત કરવાની તૈયારી ચાલી રહી છે. સાથે જ 10 આધુનિક ફાઈટર જેટ પણ આ સહકારનો ભાગ બની શકે છે. આ પગલું માત્ર પ્રતિકાત્મક નહીં પરંતુ વ્યૂહાત્મક રીતે ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દ્વારા બંને દેશો વચ્ચે રક્ષા સહકાર, તાલીમ અને ટેક્નોલોજી શેરિંગને વધુ મજબૂત બનાવવાનો ઉદ્દેશ્ય છે. વિશેષજ્ઞોના મત મુજબ, આ પ્રકારની તૈનાતી સંયુક્ત સૈન્ય અભ્યાસ અને ભવિષ્યમાં સંભવિત સંયુક્ત ઓપરેશન્સ માટેનું એક મહત્વપૂર્ણ પગલું બની શકે છે.

કેમ વધી રહ્યો છે ભારત-રશિયા સહકાર?

ભારત અને રશિયા વચ્ચેના સંબંધો દાયકાઓથી મજબૂત રહ્યાં છે. ખાસ કરીને રક્ષા ક્ષેત્રમાં રશિયા ભારતનું સૌથી મોટું સહયોગી રહ્યું છે. ભારતે પોતાના સૈન્ય માટે ઘણા મહત્વપૂર્ણ સાધનો રશિયા પાસેથી મેળવ્યા છે. જેમાં ફાઈટર જેટ, મિસાઈલ સિસ્ટમ અને ટેન્કનો સમાવેશ થાય છે. તાજેતરના સમયમાં વૈશ્વિક રાજકીય પરિસ્થિતિમાં બદલાવનાં કારણે બંને દેશો ફરી એક વાખત પોતાના સંબંધોને વધુ ગાઢ બનાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

ફાઈટર જેટ તૈનાતીનો શું અર્થ?

10 ફાઈટર જેટની સંભાવિત તૈનાતી માત્ર સૈન્ય શક્તિ દર્શાવવાનો પ્રયાસ નથી પરંતુ તે તાલીમ અને સંયુક્ત ઓપરેશનલ ક્ષમતામાં વધારો કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. આના કારણે બંને દેશોના વાયુદળ વચ્ચે સમન્વય વધશે અને ભવિષ્યમાં સંયુક્ત મિશન માટે તૈયારીઓ વધુ મજબૂત બનશે. આ ઉપરાંત, આધુનિક યુદ્ધની પરિસ્થિતિમાં ટેક્નોલોજી શેરિંગ અને વ્યૂહાત્મક સમજૂતી ખૂબ જ જરૂરી બની ગઈ છે.

વૈશ્વિક સ્તરે શું અસર પડશે?

આ પ્રકારનો સૈન્ય સહકાર વૈશ્વિક રાજકીય સમીકરણોને પણ અસર કરી શકે છે. વિશ્વના અનેક દેશો આ સહકારને ધ્યાનથી જોઈ રહ્યાં છે કારણ કે તે આંતરરાષ્ટ્રીય સુરક્ષા અને શક્તિ સંતુલન પર અસરકારક બની શકે છે. ખાસ કરીને પશ્ચિમી દેશો અને નાટો જેવા સંગઠનો માટે આ પ્રકારની ભાગીદારી મહત્વપૂર્ણ સંકેત તરીકે જોવામાં આવે છે.

હાલમાં આ યોજના ચર્ચાના તબક્કામાં હોવાનું માનવામાં આવે છે. સત્તાવાર રીતે કોઈ અંતિમ જાહેરાત કરવામાં આવી નથી.પરંતુ જો આ પ્લાન અમલમાં આવે, તો ભારત-રશિયાનાં સંબંધો એક નવી દિશા દર્શાવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now