Home International India Pakistan War Pagalgam Terror Attack Pakistani Journalist Aftab Iqbal Reveals

"પહલગામ હુમલામાં સામેલ હતા પાકિસ્તાની સેનાના બે કમાન્ડો" : પાકિસ્તાની પત્રકાર આફતાબ ઈકબાલનો મોટો ઘટસ્ફોટ, હુમલાખોર આતંકીઓની ઓળખથી મચ્યો હડકંપ

"પહલગામ હુમલામાં સામેલ હતા પાકિસ્તાની સેનાના બે કમાન્ડો"
Play Video
Published by: OBS Bureau
Last Updated: May 20, 2025, 07:52 AM IST

Pakistani Jjournalist Aftab Iqbal Reveals: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પર્યટકો પર થયેલાં આતંકી હુમલા અંગે એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યાં છે. ત્યારે આ મામલે હવે પાકિસ્તાની પત્રકારે મોટો ધડાકો કર્યો છે. પાકિસ્તાની પત્રકાર આફતાબ ઈકલાબે જણાવ્યુંકે, પહલગામમાં થયેલાં આતંકી હુમલામાં પાકિસ્તાની આર્મીના કમાન્ડો પણ સામેલ હતાં.

પાકિસ્તાનના જાણીતા પત્રકાર આફતાબ ઈકબાલે એવો પણ ખુલાસો કર્યો છેકે, પહલગામ આતંકી હુમલામાં સામેલ ચારેય આતંકવાદીઓ પાકિસ્તાની હતા. તેઓ માત્ર પાકિસ્તાની નાગરિકો જ નહોતા બલકે હુમલામાં સામેલ આતંકીઓ પૈકી બે લશ્કર-એ-તોયબા સાથે જોડાયેલા પાકિસ્તાની સેનાના તાલીમ પામેલા કમાન્ડો પણ હતા.

ઉલ્લેખનીય છેકે, 22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ભારતના 26 નિર્દોષ લોકોને તેમનો ધર્મ પૂછીને તેમના પર ગોળીઓ વરસાવીને તેમની હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યાકાંડમાં આતંકીઓ જ નહીં બલકે પાકિસ્તાની સેનાના આર્મી કમાન્ડરો પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ પાકિસ્તાનના જાણીતા પત્રકારે કર્યો છે. આ સમાચાર સામે આવ્યાં બાદ હાલ હડકંપ મચી ગયો છે. પાકિસ્તાની પત્રકાર આફતાબ ઇકબાલે સ્પષ્ટ કર્યો છે કે હુમલામાં સામેલ ચાર આતંકીઓમાંથી બે આતંકી માત્ર સામાન્ય ઘુસણખોર નહોતા, પરંતુ પાકિસ્તાની સેના દ્વારા તાલીમ પામેલા કોમ્બેટ કમાન્ડોઝ હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now