નવી દિલ્હી: વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટની તાજેતરની Henley Passport Index 2026 રેન્કિંગમાં ભારત ટોપ-100 દેશોની યાદીમાંથી બહાર રહ્યું છે. ભારતીય પાસપોર્ટ ધારકોને હાલમાં મર્યાદિત દેશોમાં જ વિઝા-ફ્રી અથવા વિઝા-ઓન-અરાઇવલ સુવિધા ઉપલબ્ધ હોવાથી ભારતની સ્થિતિ નબળી રહી છે.
આ વર્ષના Henley Passport Index 2026માં ભારતીય પાસપોર્ટની સ્થિતિ વધુ નબળી થઈ છે. ગયા વર્ષે ભારત 124મા ક્રમે હતું, જ્યારે આ વર્ષે એક સ્થાનનો ઘટાડો થતાં ભારત 125મા ક્રમે પહોંચી ગયું છે. પરિણામે ભારતીય પાસપોર્ટ ધારકો હવે વિશ્વના માત્ર 26 દેશોમાં જ વિઝા વિના (Visa-Free) અથવા વિઝા ઓન અરાઇવલ (Visa on Arrival)ની સુવિધા સાથે પ્રવાસ કરી શકે છે. રેન્કિંગમાં આ ઘટાડા સાથે ભારત ટોપ-100 દેશોની યાદીથી વધુ દૂર થઈ ગયું છે.
વિશ્વમાં સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદીમાં સિંગાપુર પ્રથમ સ્થાને છે. સિંગાપુરના પાસપોર્ટથી વિશ્વના સૌથી વધુ દેશોમાં વિઝા વિના અથવા વિઝા-ઓન-અરાઇવલ સાથે મુસાફરી કરી શકાય છે. ત્યારબાદ જાપાન, દક્ષિણ કોરિયા અને યુરોપના અનેક દેશો ટોચના ક્રમે છે.
ટોપ-10 શક્તિશાળી પાસપોર્ટ ધરાવતા દેશો:
સિંગાપુર
જાપાન
દક્ષિણ કોરિયા
જર્મની
ફ્રાન્સ
ઇટાલી
સ્પેન
ફિનલેન્ડ
સ્વીડન
નેધરલેન્ડ્સ
ભારતની રેન્કિંગમાં ઘટાડા પાછળનું મુખ્ય કારણ વિઝા-ફ્રી પ્રવાસની મર્યાદિત પહોંચ હોવાનું માનવામાં આવે છે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ વિશ્વના વિવિધ દેશોના પાસપોર્ટની તાકાતનું મૂલ્યાંકન તેઓ કેટલા દેશોમાં વિઝા વિના પ્રવેશ આપી શકે છે તેના આધારે કરે છે.





