Home International India Govt To Create A Fund For Creators Here Is How Creators Economy Flourishing In India

ભારતમાં કન્ટેંટ ક્રિએટર્સની બલ્લે બલ્લે : સરકાર 1 બિલિયન ડૉલરનું ફંડ બનાવશે

ભારતમાં કન્ટેંટ ક્રિએટર્સની બલ્લે બલ્લે
Published by: OBS Bureau
Last Updated: Mar 18, 2025, 01:05 PM IST

દેશમાં મોટી સંખ્યામાં કન્ટેન્ટ ક્રિએટર્સ છે. લાખો લોકો વિવિધ પ્લેટફોર્મ્સ માટે કન્ટેન્ટ બનાવવા પર કામ કરી રહ્યા છે. હવે સરકારે દેશના કન્ટેન્ટ ક્રિએટર્સ માટે અબજો રૂપિયાનું ફંડ બનાવવાની જાહેરાત કરી છે. થોડા દિવસ પહેલા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે સરકાર ક્રિએટર્સ ઈકોનોમી માટે 1 બિલિયન ડોલર એટલે કે લગભગ 8600 કરોડ રૂપિયાનુંં ફંડ બનાવશે. આ પ્રોજેક્ટનો અમલ પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (પીપીપી) મોડલ પર કરવામાં આવશે. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.

આ રીતે ફંડ ક્રિએટર્સને મદદ કરશે

એક કાર્યક્રમમાં બોલતા વૈષ્ણવે કહ્યું કે ફંડ ક્રિએટર્સ ઈકોનોમી માટે બનાવવામાં આવી રહ્યું છે. આનાથી ક્રિએટર્સો માટે નાણાં કમાવવાનું અને તેમની કુશળતામાં સુધારો કરવાનું સરળ બનશે. ઉપરાંત, આ નાણાંથી, તેઓ તેમના પ્રોડક્શન સ્તરમાં સુધારો કરી શકશે જેથી તેઓ વૈશ્વિક બજાર સુધી પહોંચી શકે. કન્ટેન્ટ ક્રિએટર્સો અને સોશિયલ મીડિયા પ્રભાવકો ભારતમાં એક મોટા ઉદ્યોગ તરીકે ઉભરી રહ્યા છે. તેનાથી રોજગારીની ઘણી તકો સર્જાશે. ગયા વર્ષે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એમ પણ કહ્યું હતું કે 5 ટ્રિલિયન અર્થતંત્ર બનવાના ભારતના પ્રયાસોમાં ક્રિએટર્સ ઈકોનોમી નવી ઊર્જા લાવી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, ક્રિએટર્સ ઈકોનોમી ભારતની સંસ્કૃતિ અને પરંપરાગત જ્ઞાનને વિશ્વ સમક્ષ લઇ જઈ શકે છે.

ભારતની સર્જનાત્મક અર્થવ્યવસ્થા વિકસી રહી છે


ગયા વર્ષે એક અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે ભારતમાં ક્રિએટર્સ માટે આ યોગ્ય સમય છે. લગભગ 86 ટકા ક્રિએટર્સએ જણાવ્યું હતું કે આગામી બે વર્ષમાં તેમની આવકમાં નોંધપાત્ર વધારો થવાની ધારણા છે. આ સાથે જ શોર્ટ વીડિયો પ્લેટફોર્મ્સને કારણે નાના શહેરોમાં કન્ટેન્ટનો વપરાશ વધ્યો છે. મોટી બ્રાન્ડ્સ પણ આના પર નજર રાખી રહી છે અને ઇન્ફ્લયુઅન્સૅ પર ભારે પૈસા ખર્ચ કરી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now