Home International India Canada Us Trade Deal Big Update Modi Government

યુદ્ધ અને તેલ સંકટ વચ્ચે ભારત માટે ખુશખબરીનો ડબલ ડોઝ : 50 અબજ ડોલરનો ‘મેગા પ્લાન’, ટ્રમ્પ સાથેની ટ્રેડ ડીલ પર પણ અપડેટ

India Trade Deal
Published by: Viral Patel
Last Updated: May 30, 2026, 02:00 AM IST

India Trade Deal: વૈશ્વિક યુદ્ધ અને ઉર્જા સંકટની વચ્ચે ભારત એક બહુ મોટી ડીલ કરવા જઈ રહ્યું છે. ભારત અને કેનેડા વચ્ચે ખાલીસ્તાનનો મુદ્દો હંમેશા ગરમાયેલો રહ્યો છે, પરંતુ હવે આ તમામ બાબતોને પાછળ છોડીને ભારત અને કેનેડા મોટી ટ્રેડ ડીલ (વ્યાપારી સમજૂતી) કરવા જઈ રહ્યા છે. બંને દેશો વચ્ચે ટૂંક સમયમાં જ CEPA (Comprehensive Economic Partnership Agreement) ટ્રેડ ડીલ સાઇન થવા જઈ રહી છે. આ ડીલની સાથે જ બંને દેશો વચ્ચેનો વ્યાપાર 50 અબજ ડોલર સુધી પહોંચી જશે.

ઈરાનની જેમ હથિયારોનું પાતાળ લોક બનાવી રહ્યું છે ચીન : રણની મધ્યમાં તૈયાર થઈ રહ્યો છે પરમાણુ કિલ્લો, સેટેલાઈટ તસવીરોથી થયો ચોંકાવનારો ખુલાસો

ભારત-કેનેડા વચ્ચે ક્યારે થશે ફ્રી ટ્રેડ ડીલ?

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે જણાવ્યું કે, ભારત અને કેનેડા વચ્ચે ટૂંક સમયમાં જ FTA (ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ) ડીલ થવા જઈ રહી છે. આ માટે ઘણા રાઉન્ડની વાતચીત અને વાટાઘાટો થઈ ચૂકી છે. આ ડીલને લઈને આર્થિક ભાગીદારી સમજૂતી (CEPA) પર ત્રીજા રાઉન્ડની વાતચીત ઓટાવામાં ચાલી રહી છે. કોમર્સ મિનિસ્ટર (વાણિજ્ય મંત્રી) પીયૂષ ગોયલ અધિકારીઓ સાથે આ સમજૂતીને આખરી ઓપ આપવામાં વ્યસ્ત છે.

આ સમજૂતીમાં સંવેદનશીલ ક્ષેત્રોને હાલ પૂરતા અલગ રાખવામાં આવ્યા છે.

બીજી તરફ, કેનેડાના વ્યાપાર મંત્રી મનિન્દર સિદ્ધુએ જણાવ્યું છે કે, ભારત સાથે CEPAને વર્ષ 2026ના અંત સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ ડીલથી બંને દેશો વચ્ચેના વ્યાપારને 50 અબજ ડોલર સુધી પહોંચાડવામાં મદદ મળશે.

અમેરિકા ભણવા જતા ગુજરાતીઓ માટે મોટા સમાચાર : ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશી વિદ્યાર્થીઓ માટે 15% કેપ લગાવવાનો કર્યો પ્રસ્તાવ

અમેરિકા સાથે ક્યારે પૂરી થશે ભારતની ટ્રેડ ડીલ?

જે ડીલની વ્યાપાર જગત આતુરતાથી રાહ જોઈ રહ્યું છે, ભારત તેને પણ ટૂંક સમયમાં ફાઈનલ કરવાની તૈયારીમાં છે. ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં જ ટ્રેડ ડીલ નક્કી થવા જઈ રહી છે. ટેરિફ વોર, વૈશ્વિક યુદ્ધ અને વધતા વ્યાપારી દબાણ વચ્ચે આ ડીલ પૂરી થાય તેની દરેક વ્યક્તિ રાહ જોઈ રહી છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલના જણાવ્યા અનુસાર, અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલને લઈને બેઠકોનો દોર સતત ચાલુ છે. અમેરિકાની ટ્રેડ ટીમ એપ્રિલ મહિનામાં ભારત આવી હતી અને એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે અમેરિકાથી વધુ એક ટીમ આગામી સપ્તાહે ભારત પહોંચશે. ડીલ પર વાટાઘાટોનો દોર ચાલુ છે, ચર્ચા થઈ રહી છે અને ગતિરોધ (ડેડલોક) ખતમ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, અમેરિકા સાથે ટ્રેડ ડીલની શરતોને પૂરી કરવાનું કામ ચાલી રહ્યું છે અને આ ડીલ ભારતની શરતો પર પૂરી કરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now