Home International India Aviation Market 2024 Iata Statistics Mumbai Delhi Busiest Routes

દુનિયાનું પાંચમુ સૌથી મોટુ વિમાનનું બજાર 'ભારત' : જાણો શું છે ચીનની સ્થિતિ?

દુનિયાનું પાંચમુ સૌથી મોટુ વિમાનનું બજાર 'ભારત'
Published by: OBS Bureau
Last Updated: Aug 04, 2025, 05:40 PM IST

ઇન્ટરનેશનલ એરપોર્ટ ટ્રાન્સપોર્ટ એસોસિએશન (IATA) દ્વારા જાહેર કરાયેલ તાજેતરના વર્લ્ડ એર ટ્રાન્સપોર્ટ સ્ટેટિસ્ટિક્સ રિપોર્ટ મુજબ, ભારત 2024માં દુનિયાનું પાંચમું સૌથી મોટું વિમાન મુસાફરી બજાર બન્યું છે. દેશમાં કુલ 241 મિલિયન મુસાફરોનું સંચાલન થયું છે.

IATA અનુસાર, 2023ની તુલનામાં ભારતના હવાઈ મુસાફરોની સંખ્યા 11.1% વધી છે. 2023માં 211 મિલિયન મુસાફરો હતા, જે હવે વધીને 241 મિલિયન થયા છે.

એર પેસેન્જર્સના ટોપ 5 દેશ

  1. USA – 876 મિલિયન

  2. CHINA – 741 મિલિયન

  3. UK – 261 મિલિયન

  4. SPAIN – 241 મિલિયન

  5. INDIA – 241 મિલિયન

જાપાન છઠ્ઠા સ્થાને રહ્યું છે, જ્યાં 205 મિલિયન મુસાફરો નોંધાયા છે, જે વર્ષગઠત ધોરણે 18.6% વધારો દર્શાવે છે.

મુંબઈ-દિલ્હી સૌથી વ્યસ્ત એરપોર્ટ રૂટમાં

મુંબઈ અને દિલ્હી વચ્ચેની એર રૂટ 2024માં 59 લાખ મુસાફરો સાથે વિશ્વના સૌથી વ્યસ્ત આંતરરાષ્ટ્રીય ડોમેસ્ટિક રૂટમાં સાતમા ક્રમે રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now