Home National Inder Kaur Murder Body Found Nilo Canal Punjab

પંજાબી સિંગર ઈન્દર કૌરની હત્યાથી ચકચાર : 6 દિવસ પહેલાં અપહરણ થયું, હવે કેનાલમાંથી મળી લાશ

Punjabi singer Inder Kaur
Published by: Vishal Dave
Last Updated: May 19, 2026, 09:52 AM IST

Punjabi singer Inder Kaur Murder Case: પંજાબના લુધિયાણામાં પંજાબી ગાયિકા ઈન્દર કૌરની હત્યાના મામલાએ ભારે ચકચાર મચાવી છે. 6 દિવસ પહેલાં અપહરણ થયેલી ઈન્દર કૌરની લાશ નિલો કેનાલમાંથી મળી આવતા સમગ્ર વિસ્તારમાં શોક અને રોષનો માહોલ સર્જાયો છે. પંજાબના લુધિયાણામાં પંજાબી ગાયિકા ઈન્દર કૌરની હત્યાના મામલાએ સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવી દીધો છે. 6 દિવસ પહેલાં રહસ્યમય રીતે ગુમ થયેલી ઈન્દર કૌરની લાશ નિલો કેનાલમાંથી મળી આવતા આ કેસ હવે હાઈપ્રોફાઈલ ક્રાઈમ મિસ્ટરી બની ગયો છે. સંગીત જગતમાં જાણીતા નામ તરીકે ઓળખાતી ઈન્દર કૌરના મોતના સમાચાર સામે આવતા ફેન્સ અને સ્થાનિક લોકોમાં ભારે શોકનો માહોલ સર્જાયો છે.

યુવા નર્સની Reel પર કર્યા અશ્લીલ મેસેજ, ફોટો મુકી 'My Love' લખ્યું: અમદાવાદના પોશ વિસ્તારની યુવતી સાથે થયું ખોટું કામ!

કામ માટે નીકળી, પછી અચાનક થઈ ગાયબ

માહિતી મુજબ, ઈન્દર કૌર થોડા દિવસ પહેલાં કોઈ કામસર ઘરેથી નીકળી હતી. શરૂઆતમાં પરિવારને લાગ્યું કે તે કામ પૂર્ણ કરીને પરત આવી જશે, પરંતુ કલાકો સુધી તેનો કોઈ સંપર્ક ન થતાં ચિંતા વધવા લાગી હતી. પરિવારજનોએ વારંવાર ફોન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ફોન બંધ આવતો હતો. આખરે પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

અપહરણની ફરિયાદ બાદ પોલીસે શરૂ કરી તપાસ

પરિવારની ફરિયાદ બાદ પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસની અનેક ટીમોએ શહેરના CCTV ફૂટેજ ચકાસ્યા હતા. સાથે સાથે ઈન્દર કૌરની કોલ ડિટેઈલ્સ અને મોબાઈલ લોકેશનના આધારે પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી હતી. તપાસ દરમિયાન કેટલાક શંકાસ્પદ લોકોના નામ સામે આવ્યા હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

કેનાલમાંથી લાશ મળતા ખુલ્યો ખૂની રહસ્ય

તપાસ ચાલી રહી હતી ત્યારે નિલો કેનાલ નજીકથી એક મહિલાની લાશ મળી આવતા સમગ્ર મામલો વધુ ગંભીર બની ગયો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી હતી. બાદમાં મૃતદેહની ઓળખ ઈન્દર કૌર તરીકે થતાં પરિવારજનોમાં રડારડી મચી ગઈ હતી. સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકત્ર થયા હતા.

10 એપિસોડની આ વેબ સિરીઝે રિલીઝ થતાં જ મચાવી દીધી ધમાલ!: રુંવાડા ઊભા કરી દે તેવી ખતરનાક લડાઈ! OTT પર બની નંબર-1 ટ્રેન્ડિંગ ક્રાઇમ થ્રિલર

હત્યા બાદ પુરાવા છુપાવવાનો પ્રયાસ?

પ્રાથમિક તપાસમાં પોલીસને શંકા છે કે ઈન્દર કૌરની હત્યા કર્યા બાદ આરોપીઓએ પુરાવા નષ્ટ કરવા માટે લાશ કેનાલમાં ફેંકી દીધી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે, પરંતુ હાલ કેસ હત્યા તરફ સ્પષ્ટ રીતે ઈશારો કરી રહ્યો છે. શરીર પર કેટલાક નિશાન મળ્યા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.

નજીકના લોકો પર પોલીસની નજર

સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસે ઈન્દર કૌરના નજીકના સંપર્કમાં રહેલા કેટલાક લોકોની પૂછપરછ શરૂ કરી છે. વ્યક્તિગત અદાવત, નાણાકીય વિવાદ અથવા કોઈ અંગત સંબંધ આ હત્યા પાછળનું કારણ હોઈ શકે છે એવી આશંકા વ્યક્ત થઈ રહી છે. પોલીસ દરેક એંગલથી તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં મોટો ખુલાસો થઈ શકે છે.

'તારક મહેતા' ની અભિનેત્રીને કર્યા બીભત્સ મેસેજ! Insta Chat વાયરલ: 'લાલો' ના લાલા પર લાગ્યા ગંભીર આરોપ

સંગીત જગતમાં શોકની લાગણી

ઈન્દર કૌરના મોતના સમાચાર સામે આવતા પંજાબના સંગીત જગતમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. અનેક ગાયકો અને કલાકારોએ સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કર્યું છે. સાથે જ આરોપીઓને કડક સજા આપવાની માંગ પણ ઉઠી રહી છે.

મહિલાઓની સુરક્ષા પર ફરી સવાલ

આ ઘટનાએ ફરી એકવાર મહિલાઓની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા કર્યા છે. ખુલ્લેઆમ અપહરણ અને ત્યારબાદ હત્યાની ઘટના સામે આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે સૌની નજર પોલીસ તપાસ પર ટકેલી છે કે આખરે ઈન્દર કૌરની હત્યા પાછળ કોણ છે અને આ ખૂની કાવતરાનું સાચું રહસ્ય શું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now