Home Business Income Tax Refund Status Check Process Online Step By Step

ITR ફાઈલ કર્યાના મહિનાઓ પછી પણ નથી મળ્યું રિફંડ? : ફટાફટ આ રીતે ચેક કરો સ્ટેટસ

ITR ફાઈલ કર્યાના મહિનાઓ પછી પણ નથી મળ્યું રિફંડ?
Published by: OBS Bureau
Last Updated: Dec 11, 2025, 05:27 PM IST

ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની ડેડલાઈન પૂરી થયાને હવે ઘણો સમય વીતી ગયો છે. મોટાભાગના લોકોના ખાતામાં રિફંડ જમા પણ થઈ ગયું છે, પરંતુ હજુ પણ લાખો કરદાતાઓ એવા છે જેઓ પોતાના રિફંડની રાહ જોઈ રહ્યા છે. જો તમે પણ આ લિસ્ટમાં સામેલ છો અને હજુ સુધી તમારા ખાતામાં પૈસા નથી આવ્યા, તો ચિંતા કરવાની જરૂર નથી. કેટલીક વાર નાની ભૂલોને કારણે રિફંડ અટકી જતું હોય છે. અહીં જણાવેલી સરળ પ્રક્રિયા દ્વારા તમે ઘરે બેઠા તમારું રિફંડ સ્ટેટસ ચેક કરી શકો છો.

આવકવેરા વિભાગ સામાન્ય રીતે ITR વેરીફાઈ થયાના 4-5 અઠવાડિયામાં રિફંડ જમા કરી દે છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) ના જણાવ્યા મુજબ, કેટલાક હાઈ-વેલ્યુ ક્લેમ અથવા ચોક્કસ ડિડક્શન ક્લેમના કારણે સિસ્ટમ દ્વારા કેટલાક કેસને 'રેડ ફ્લેગ' કરવામાં આવ્યા હોઈ શકે છે, જેની ચકાસણી ચાલુ છે. આ ઉપરાંત બેંક એકાઉન્ટની વિગતોમાં ભૂલ, PAN અને આધાર લિંક ન હોવું અથવા ફોર્મ 26AS સાથે માહિતી મેચ ન થવી જેવા કારણોસર પણ રિફંડમાં વિલંબ થઈ શકે છે.

આ રીતે ઓનલાઈન ચેક કરો તમારું રિફંડ સ્ટેટસ:

  1. સૌ પ્રથમ ઇન્કમ ટેક્સ વિભાગની સત્તાવાર વેબસાઈટ eportal.incometax.gov.in પર જાઓ.

  2. તમારા યુઝર આઈડી (સામાન્ય રીતે PAN કાર્ડ નંબર) અને પાસવર્ડ વડે લોગીન કરો.

  3. હવે મેનુબારમાં 'e-file' ઓપ્શન પર ક્લિક કરો.

  4. તે પછી 'Income Tax Returns' પસંદ કરો અને ડ્રોપડાઉન મેનુમાંથી 'View Filed Returns' પર ક્લિક કરો.

  5. અહીં તમને તમારા દ્વારા ફાઈલ કરવામાં આવેલા તમામ રિટર્નની વિગતો જોવા મળશે. તમે જે વર્ષનું સ્ટેટસ જાણવા માંગો છો તેની સામે ચેક કરી શકો છો.

જો સ્ટેટસમાં 'Refund Failure' બતાવે તો તમારે તમારી બેંક ડિટેલ્સ ફરીથી ચેક કરીને અપડેટ કરવી પડશે. જો 'Processed with Refund Due' લખેલું આવે તો સમજવું કે તમારું રિફંડ મંજૂર થઈ ગયું છે અને ટૂંક સમયમાં જમા થઈ જશે. રિફંડ મેળવવા માટે તમારું બેંક એકાઉન્ટ પ્રી-વેલિડેટેડ હોવું ફરજિયાત છે તે ખાસ યાદ રાખવું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now