Home Gujarat In The Current Situation Leave All State Government Officials Employees Has Been Cancelled

પ્રવર્તમાન પરિસ્થિતિમાં રાજ્ય સરકારના તમામ અધિકારીઓ-કર્મચારીઓની રજા રદ : રાજ્ય સરકારે તાબડતોડ લીધો મોટો નિર્ણય

પ્રવર્તમાન પરિસ્થિતિમાં રાજ્ય સરકારના તમામ અધિકારીઓ-કર્મચારીઓની રજા રદ
Published by: OBS Bureau
Last Updated: May 09, 2025, 03:11 PM IST


પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારના તમામ વિભાગો અને ખાતાઓ તેમજ બોર્ડ, નિગમો, પંચાયત, કોર્પોરેશન તથા સ્વાયત અને અનુદાનિત સંસ્થાઓના અધિકારીઓ-કર્મચારીઓની અનિવાર્ય સંજોગો સિવાયની બધા જ પ્રકારની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે.


એટલું જ નહીં, રજા પર ગયેલા આવા અધિકારી-કર્મચારીઓને તાત્કાલિક અસરથી ફરજ પર હાજર કરવાની સૂચનાઓ પણ સંબંધિત વિભાગ કે ખાતાના વડાને અપાઈ છે. અધિકારી- કર્મચારીઓએ પ્રવર્તમાન પરિસ્થિતિમાં વિભાગના વડા, ખાતાના વડા કે કચેરીના વડાની પૂર્વ મંજૂરી મેળવ્યા વગર મુખ્ય મથક (હેડ ક્વાર્ટર) નહીં છોડવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now