Home Gujarat Illegal Mining Exposed In Nalkhambha Village

સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર ખનનનો પર્દાફાશ : 11 શ્રમિકોનું કુવામાંથી રેસ્ક્યુ

સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર ખનનનો પર્દાફાશ
Published by: OBS Bureau
Last Updated: May 17, 2025, 07:04 AM IST

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પ્રાંત અધિકારીએ થાનગઢ તાલુકાના નળખંભા ગામે ગેરકાયદેસર ખનન અંગે દરોડો પાડ્યો હતો. કાર્યવાહી દરમિયાન મકાન માલિક રધાભાઇ જીવણભાઇ કોળી પટેલની જમીનમાં ત્રણ ગેરકાયદેસર કાર્બોસેલના કુવા ચાલતા હોવાની માહિતી મળી હતી.

જ્યાં પ્રાંત અધિકારીની ટીમે તપાસ કરતા, એક કુવામાં જોખમજનક રીતે 11 શ્રમિકોને ઉતારી કાર્બોસેલ કાઢવાની કામગીરી ચાલી રહી હતી. તાત્કાલિક કાર્યવાહી કરતાં ટીમે તમામ શ્રમિકોને સલામત રીતે બહાર કાઢી સફળ રેસ્ક્યૂ ઓપરેશનને અંજામ આપ્યો હતો.

આ દરોડા દરમિયાન સ્થળ પરથી 1 ચરખી, 3 બેકેટ, 1 કપ્રેસર અને અંદાજે 15 ટન કાર્બોસેલ સહિત કુલ રૂ. 80 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

પ્રાંત અધિકારીએ ગેરકાયદેસર ખનનના મામલે તાત્કાલિક જમીન માપણી શરૂ કરીને દંડ વસૂલવા તેમજ જમીન સરકારના હસ્તે લેવા માટે કાર્યવાહી શરૂ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now