Home Business If You Cancel Your Flat Booking Will The Builder Not Refund Your Money Read Maharashtra Reraorder

નવું ઘર કે ઓફિસ લેતા પહેલા સો વાર વિચારજો! : તમારા ફ્લેટ કે મકાનનું બુકિંગ કેન્સલ કર્યું તો બિલ્ડર પાછા નહીં આપે પૈસા? જાણો રેરાનો આદેશ

નવું ઘર કે ઓફિસ લેતા પહેલા સો વાર વિચારજો!
Published by: OBS Bureau
Last Updated: Feb 01, 2025, 06:21 AM IST

Flat Booking Rules: સપનાનું ઘર ખરીદતી વખતે લોકો પોતાના આખા જીવનની કમાણી તેમાં રોકાણ કરી નાંખતા હોય છે, પરંતુ ઘણા લોકો ઘર કે ફ્લેટ બુક કરવાના નિયમોથી વાકેફ હોતા નથી, જેના કારણે તેઓ પોતાના પૈસા ગુમાવી શકે છે.

તાજેતરમાં સુપ્રીમ કોર્ટે નોઈડાના આમ્રપાલી પ્રોજેક્ટના ફ્લેટ અંગે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જેમાં કોર્ટે જે લોકોએ હજુ સુધી ફ્લેટનો કબજો લીધો નથી તેમનું બુકિંગ રદ કરવાનો આદેશ આપ્યો હતો. હવે આ ફ્લેટ બીજા કોઈને વેચવાનું કહેવામાં આવ્યું છે. પરંતુ મોટાભાગની બુકિંગની રકમ રિફંડપાત્ર નથી, એટલે કે જો બુકિંગ રદ કરવામાં આવે તો પૈસા પરત કરવામાં આવતા નથી. મહારાષ્ટ્ર રેરાએ બુકિંગ રદ કરવાના કેસ પર પોતાનો ચુકાદો આપ્યો, જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું કે બુકિંગમાં કેટલા રૂપિયા જપ્ત થઈ શકે છે.

કેટલી હોય છે બુકિંગ રકમ
રિયલ એસ્ટેટ (નિયમન અને વિકાસ) અધિનિયમ, 2016 (RERA) મુજબ, બુકિંગ રકમ ફ્લેટની કિંમતના 10 ટકા સુધી છે. ઘણીવાર એવું જોવા મળે છે કે ફ્લેટ બુક થયેલો હોય છે, પરંતુ કેટલાક કારણોસર બુકિંગ રદ કરવું પડે છે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું તમે જમા કરેલી રકમ પાછી મેળવી શકો છો કે નહીં? મહારાષ્ટ્ર રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (મહારેરા) એ આવા જ એક કેસમાં પોતાનો ચુકાદો આપ્યો છે.

શું છે સમગ્ર મામલો?
મહારાષ્ટ્ર રેરા સમક્ષ એક કેસ આવ્યો જેમાં એક વ્યક્તિએ 67 લાખ રૂપિયાનો ફ્લેટ બુક કરાવ્યો હતો. જેના માટે ખરીદનારએ ૩ એપ્રિલ ૨૦૨૨ ના રોજ 1 લાખ રૂપિયા જમા કરાવ્યા. પરંતુ આર્થિક મુશ્કેલીઓને કારણે તેમણે પોતાના ફ્લેટનું બુકિંગ રદ કર્યું. બાકીની રકમ બુકિંગના 45 દિવસની અંદર જમા કરાવવાની હતી, પરંતુ તે બાકી રકમ જમા કરાવી શક્યો નહીં. બુકિંગ રદ થયા પછી બિલ્ડરે ફ્લેટની બુકિંગ રકમ જપ્ત કરી લીધી.

જમા રકમમાંથી 1 ટકો પોતાની પાસે પાખે બિલ્ડર
ડેવલપરે મહારાષ્ટ્ર રેરા સમક્ષ દલીલ કરી હતી કે ખરીદનાર બુકિંગ સમયે નિયમો અને શરતો અનુસાર આ નિયમ સાથે સંમત થયો હતો. આ દલીલને ફગાવી દેતા મહારાષ્ટ્ર રેરાએ ચુકાદો આપ્યો કે ડેવલપર વ્યક્તિ દ્વારા જમા કરાયેલી રકમમાંથી ફ્લેટની કિંમતનો 1 ટકા હિસ્સો રાખે અને બાકીની રકમ ખરીદનારને પરત કરે. RERA એ 2022ના એક આદેશને ટાંકીને આ નિર્ણય આપ્યો હતો, જે મુજબ જો કોઈ ખરીદનાર 45 દિવસની અંદર બુકિંગ રદ કરે છે, તો તેના બુકિંગનો માત્ર 1 ટકા જ જપ્ત કરી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now