Home Gujarat Idars Golwada Murder Case 6 Sentenced To Life Imprisonment

Idar ના ગોલવાડા હત્યા કેસમાં 6ને આજીવન કેદની સજા : 15 વર્ષ પહેલા હત્યા કરાઈ હતી, કોર્ટે એક જ પરિવારના છ સભ્યોને ફટકારી આજીવન કેદની સજા

Idar ના ગોલવાડા હત્યા કેસમાં 6ને આજીવન કેદની સજા
Published by: OBS Bureau
Last Updated: Aug 01, 2025, 05:39 AM IST

સાબરકાંઠાના ઈડરના ગોલવાડા ગામના હત્યા કેસમાં છ આરોપીઓને કોર્ટે સજા ફટકારી છે. 15 વર્ષ અગાઉ પશુપાલકની હત્યા કરનારા આરોપીઓને આજીવન કેદની સજા કોર્ટે સંભળાવી છે. અદાવત રાખી 6 શખ્સોએ ભેગા મળી 26 વર્ષીય વિરમભાઇ માવજીભાઇ રબારીની હત્યા કરી હતી. ત્યારે ઈડર સેશન્સ કોર્ટે એક જ પરિવારના છ સભ્યોને આજીવન કેદની સજા ફટકારી છે.


વર્ષ 2010માં હત્યા થઈ હતી

17 ઓક્ટોબર 2010ના રોજ 26 વર્ષીય વિરમભાઇ રબારી પશુઓ ચારી રહ્યા હતા. તે દરમિયાન ગોલવાડા ગામના એક જ પરિવારના 6 સભ્યોએ જૂની અદાવત રાખીને હુમલો કર્યો હતો. જેમાં વિરમ ગંભીર ઈજાગ્રસ્ત થયો હતો અને જે બાદ મૃત્યું પામ્યો હતો. જે સમગ્ર ઘટનાના પગલે પરિજનોએ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આ કેસમાં ઇડર કોર્ટમાં એડિશનલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટના ન્યાયાધીશ એમ.વાય. રાધનપુરવાલાએ દસ્તાવેજી પુરાવાને ગ્રાહ્ય રાખી સજા સંભળાવી હતી.


25 હજાર રૂપિયાનો દંડ

કોર્ટે આજીવન કેદની સાથે 25 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટે મૃતક વિરમભાઇના પરિવારને 1 લાખ રૂપિયા વળતર પેટે ચૂકવવાનો પણ આદેશ કર્યો છે.


આજીવન કેદની સજા પામેલા આરોપીઓ નામ

હેમરાજભાઇ માલાભાઇ રબારી

અમૃતભાઇ સોમાભાઇ રબારી

રાજુભાઇ સોમાભાઇ રબારી

દિનેશભાઇ હેમરાજ રબારી

ભરત હેમરાજ રબારી

જયરામ હેમરાજ રબારી

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now