Home Gujarat Icer Truck Overturns On Sola Bridge On Sg Highway

SG હાઈવેના સોલા બ્રિજ પર આઈસર ટ્રક પલટી : ભયંકર ટ્રાફિક જામ, વાહન ચાલકો અટવાયા!

SG હાઈવેના સોલા બ્રિજ પર આઈસર ટ્રક પલટી
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 19, 2025, 04:41 AM IST

Sola Bridge Accident : અમદાવાદના SG હાઈવે પર સોલા બ્રિજ પર વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. સોલા બ્રિજ પરથી પસાર થઈ રહેલા એક આઈસર ટ્રકનું ટાયર અચાનક ફાટતા ટ્રક રોડની વચ્ચે જ પલટી ખાઈ ગયું હતું. આ બનાવના પગલે હાઈવે પર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો અને વાહનચાલકો કલાકો સુધી અટવાઈ ગયા હતા. સદનસીબે આ ભયાનક અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નહોતી.

ટ્રક બ્રિજની વચ્ચોવચ પલટી

મળતી માહિતી અનુસાર વહેલી સવારે એક આઈસર ટ્રક સામાન ભરેલી હાલતમાં સોલા બ્રિજ પરથી પસાર થઈ રહી હતી. ત્યારે અચાનક ધડાકાભેર તેનો ટાયર ફાટ્યો હતો. ટાયર ફાટતાં જ ટ્રકચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને ટ્રક બ્રિજની વચ્ચોવચ પલટી મારી ગઈ હતી.

સોલા બ્રિજથી લઈને ગોતા અને થલતેજ સુધી ટ્રાફિકજામ

અકસ્માત પગલે હાઈવે પર થોડીવાર માટે વાહનોની ગતિ એકાએક અટકી ગઈ હતી. થોડા જ સમયમાં સોલા બ્રિજથી લઈને ગોતા અને થલતેજ તરફ સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ઓફિસ સમય હોવાથી નોકરીયાત વર્ગ, સ્કૂલ બસો અને અન્ય વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. ટ્રાફિકને હળવો કરવા માટે વિકલ્પ માર્ગો પર વાહનો વાળવામાં આવ્યા હતા અને પલટી ગયેલી ટ્રકને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. લાંબી મહેનત બાદ ધીમે ધીમે ટ્રાફિક ફરી સામાન્ય બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now