Home Gujarat Ice Truck Loaded With Liquor Overturns In Sanand Ahmedabad

અમદાવાદના સાણંદમાં દારૂ ભરેલી આઈસર ટ્રક પલટી : રસ્તા પર દારૂની બોટલોની રેલમછેલ, લોકોની પડાપડી

અમદાવાદના સાણંદમાં દારૂ ભરેલી આઈસર ટ્રક પલટી
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 23, 2025, 09:27 AM IST

Sanand liquor Truck Accident : અમદાવાદ જિલ્લાના સાણંદ વિસ્તારમાં વધુ એક ચકચાર જગાવતો બનાવ સામે આવ્યો છે. સાણંદના મુનિઆશ્રમ પાસેથી પસાર થઈ રહેલી દારૂ ભરેલી એક આઈસર વાહન અચાનક પલટી ખઈ ગયું હતું. અકસ્માત થતાં જ રસ્તા પર દારૂની બોટલો છૂટાછવાઈ પડી ગઈ હતી, જેના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. ખાસ કરીને 31 ડિસેમ્બર પહેલા દારૂની રેલમછેલ જોવા મળી હતી.

બોટલો લેવા લોકોની પડાપડી

અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે એકત્ર થયા હતા. કેટલાક લોકો રસ્તા પર પડેલી દારૂની બોટલો ઉઠાવી લઈ જતા જોવા મળ્યા, જ્યારે કેટલાક જવાબદાર નાગરિકોએ પોલીસને મદદ કરીને દારૂનો જથ્થો કબજે કરાવવામાં સહકાર આપ્યો હતો. ઘટનાને લઈ થોડીવાર માટે રસ્તા પર અવરજવર પણ ખોરવાઈ હતી.

ડ્રાઈવર સ્થળ પરથી ફરાર

સ્થાનિક લોકોની મદદથી પોલીસ દ્વારા મોટાભાગનો દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જોકે, આઈસર પલટી જતા સમયે કેટલાક લોકો બોટલો લઈ ફરાર થઈ ગયા હોવાનું પણ સામે આવ્યું છે. અકસ્માત બાદ આઈસરનો ડ્રાઈવર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો, જેના પગલે પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.

પોલીસે તપાસ હાથધરી

પોલીસ દ્વારા દારૂનો જથ્થો ક્યાં લઈ જવાઈ રહ્યો હતો અને તેની પાછળ કોણ સંડોવાયેલું છે તે બાબતે તપાસ શરૂ કરવામાં આવી છે. સાણંદ વિસ્તારમાં થયેલા આ બનાવે ફરી એકવાર દારૂના ગેરકાયદેસર વહન અને તેની સામેની વ્યવસ્થાઓ પર સવાલ ઉભા કર્યા છે. પોલીસે સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now