ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરને સોમવારે ગુજરાતના જામનગર જિલ્લામાં એક ડેમ નજીક ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. રંગમતી ડેમ પાસે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. જામનગર એરફોર્સ સ્ટેશનથી લગભગ 22 કિમી દૂર રંગમતી ડેમ નજીક ચાંગા ગામની સીમમાં સવારે 11 વાગ્યે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ સૂત્રોનાં જણાવ્યા મુજબ રંગમતી ડેમ પાસે ટેકનિકલ ક્ષતિને કારણે વાયુસેનાના હેલિકોપ્ટરને ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતા જ વાયુસેનાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને વધુ તપાસ થઈ રહી છે.
"ખાડિયાના ધારાસભ્ય અને આખી કોગ્રેસની માનસિકતા અસ્થિર થઈ ગઈ છે": ઈમરાન ખેડાવાલાના નિવેદન બાદ ભૂષણ ભટ્ટનો વળતો જવાબ






