Indian Air Force: ભારતીય વાયુસેના (IAF)નું એક AN-32 વિમાન અસમના જોરહાટ એરબેઝ પર અકસ્માતનો ભોગ બન્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર, વિમાનના લેન્ડિંગ બાદ તેમાં આગ લાગી ગઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટના જોરહાટ એરબેઝની અંદર બની હતી. એરબેઝ પર હાજર ફાયર બ્રિગેડ અને ઈમરજન્સી ટીમોએ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કરી દીધો હતો.
હાલમાં અકસ્માતનું કારણ જાણી શકાયું નથી. માહિતી મુજબ, આ વિમાન નિયમિત ઉડાન પર હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, જોરહાટ એરબેઝ પર લેન્ડિંગ કરતી વખતે વિમાનમાં બ્લાસ્ટ થયો અને આગ લાગી ગઈ. વિમાનમાં સવાર ક્રૂ અને અન્ય કર્મચારીઓની સ્થિતિ અંગે સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે. ભારતીય વાયુસેના આ ઘટનાની તપાસમાં લાગી ગઈ છે.

રાજનીતિમાંથી સંન્યાસ લેશે મલ્લિકાર્જુન ખડગે? : કોંગ્રેસ અધ્યક્ષના આ નિવેદને આપ્યા સંકેત
ભારતીય વાયુસેનાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે જોરહાટમાં AN-32 વિમાનનો અકસ્માત થયો છે. વધુ માહિતી મળ્યા બાદ આગળની અપડેટ આપવામાં આવશે.






