Home Gujarat I Am Not 8th Pass Gopal Italias Attack In The House Dycm Harsh Sanghvi Gave An Open Reply

"મને ગર્વ છે કે હું ભણ્યો છું, હું 8 પાસ નથી" ઈટાલિયાના ગૃહમાં પ્રહાર : DyCM હર્ષ સંઘવીએ પહેલીવાર આ મુદ્દે ખુલીને આપ્યો વળતો જવાબ

"મને ગર્વ છે કે હું ભણ્યો છું, હું 8 પાસ નથી" ઈટાલિયાના ગૃહમાં પ્રહાર
Published by: OBS Bureau
| Last Updated: Mar 11, 2026, 09:40 AM IST

Gujarat Vidhansabha: વિસાવદરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા લાંબા સમયથી યેનકેન પ્રકારે DyCM હર્ષ સંઘવીના શિક્ષણને લઈને નિવેદનો આપતા રહે છે. આજે ફરી એકવાર ઈટાલિયાએ આ મુદ્દે નિવેદન આપ્યું અને મામલો એકાએક ગરમાયો. કારણકે અત્યાર સુધી ગોપાલ ઈટાલિયા સોશિયલ મીડિયામાં આવી નિવેદનબાજીઓ કરતા હતા. પણ આજે પહેલીવાર ઈટાલિયાએ વિધાનસભા ગૃહમાં આ પ્રકારે DyCM હર્ષ સંઘવી પર ટિપ્પણી કરતા ભારે વિવાદ છેડાયો છે.

ઉલ્લેખનીય છેકે, ગુજરાત વિધાનસભા સત્ર દરમિયાન આજે શિક્ષણના મુદ્દે ગરમાગરમ ચર્ચા જોવા મળી હતી. ચર્ચા દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા Gopal Italiaએ નાયબ મુખ્યમંત્રી Harsh Sanghaviના ભણતર મુદ્દે આડકતરી ટિપ્પણી કરતા ગૃહમાં રાજકીય તણાવ સર્જાયો હતો. આ નિવેદન બાદ ભાજપના નેતાઓએ ગોપાલ ઇટાલિયાને કડક શબ્દોમાં જવાબ આપ્યો હતો.

વિધાનસભા ગૃહમાં બોલતાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે, “હું ગ્રેજ્યુએટ છું, BA.LLB કર્યું છે અને મને ગર્વ છે કે હું ભણ્યો છું. હું 8 પાસ નથી.” તેમના આ નિવેદનને નાયબ મુખ્યમંત્રી પર આડકતરી ટિપ્પણી તરીકે જોવામાં આવ્યું હતું, જેના કારણે ગૃહમાં વિરોધ પક્ષ અને સત્તાપક્ષ વચ્ચે ભારે હોબાળો થયો હતો.

ગોપાલ ઇટાલિયાના આ નિવેદનનો જવાબ આપતાં ગુજરાત સરકારના મંત્રી Jitu Vaghaniએ કહ્યું હતું કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી Keshubhai Patel માત્ર ચાર ધોરણ સુધી ભણેલા હતા. તેમ છતાં તેમણે રાજ્ય માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું કે ગોપાલ ઇટાલિયા જ્યારે જરૂર પડતી ત્યારે કેશુબાપાના આશીર્વાદ લેવા જતા હતા અને ત્યારે તેમના ઓછા ભણતર પર કોઈ વાંધો નહોતો.

આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ગોપાલ ઇટાલિયા પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે કેટલાક કહેવાતા ભણેલા લોકો ગૃહમાં હાજર છે, પરંતુ તેમના વર્તન પરથી એવું લાગતું નથી કે તેઓએ પોતાના અભ્યાસક્રમમાંથી કંઈ શીખ્યું છે. BA.LLB જેવા અભ્યાસક્રમમાં વિધાનસભામાં કોઈ પર જુતું ફેંકવાનું શીખવવામાં આવે છે કે નહીં તે અંગે પણ તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો. હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે કાયદાની ચર્ચા થતી હોય ત્યારે કોઈ પર જુતું ફેંકવું યોગ્ય નથી. તેમણે ગોપાલ ઇટાલિયાના જૂના વિવાદોને યાદ અપાવતા કહ્યું કે મુદ્દાને ડાયવર્ટ કરવાની તાલીમ કદાચ તેમને દિલ્હીમાથી મળતી હશે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2017માં ગોપાલ ઇટાલિયા વિવાદોમાં આવ્યા હતા, જ્યારે તેમણે રાજ્યમાં પ્રોહિબિશન કાયદાના નબળા અમલ અંગે તે સમયના નાયબ મુખ્યમંત્રી Nitin Patelને ફોન કર્યો હતો અને તેનો ઓડિયો વાયરલ થયો હતો. આ મામલે તેમના વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી હતી.

તે જ વર્ષમાં ગુજરાત વિધાનસભા બહાર તત્કાલીન ગૃહમંત્રી Pradipsinh Jadeja પર જૂતું ફેંકવાની ઘટના પણ સામે આવી હતી. રાજ્યમાં ભ્રષ્ટાચારના વિરોધમાં ગોપાલ ઇટાલિયાએ આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું. આ ઘટનાએ તેમને રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બનાવી દીધા હતા અને તેમની સામે કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. આજની વિધાનસભા બેઠક દરમિયાન થયેલા આ શાબ્દીક યુદ્ધના લીધે ગૃહનું વાતાવરણ તંગ બન્યું હતું અને શિક્ષણના મુદ્દે રાજકીય ટકરાવ વધુ તીવ્ર બન્યો હતો.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

અમદાવાદ ક્રાઈમ બ્રાંચનો ડબલ એટેક: બાપુનગર અને વસ્ત્રાલમાંથી ગાંજા-MD ડ્રગ્સ સાથે મહિલા સહિત 4 ઝડપાયા

અમદાવાદ ક્રાઈમ બ્રાંચનો ડબલ એટેક

Surat Sachin GIDC માં કેમિકલ કંપનીમાં ભીષણ આગ: 30 થી વધુ વિસ્ફોટ, દૂરદૂર સુધી દેખાયો ધુમાડો

Surat Sachin GIDC માં કેમિકલ કંપનીમાં ભીષણ આગ
Play Video

અમરેલીમાં સિંહણનો આતંક: ધારીના માણાવાવ ગામે 5 વર્ષના માસૂમ બાળકને ફાડી ખાધો

અમરેલીમાં સિંહણનો આતંક

સુરતના અમરોલીમાં કોથળામાંથી મળ્યો મૃતદેહ!: સફાઈ દરમિયાન બહાર આવ્યો ભયાનક રહસ્ય, વિસ્તારમાં હડકંપ

સુરતના અમરોલીમાં કોથળામાંથી મળ્યો મૃતદેહ!

ઇટોમિડેટ કેસમાં તપાસ દરમિયાન વધુ 2 જપ્તી: Aramex Hub અને Rudra Enterprise માંથી મળ્યો ડ્રગ્સનો જથ્થો

ઇટોમિડેટ કેસમાં તપાસ દરમિયાન વધુ 2 જપ્તી

જેતલપુર સ્વામિનારાયણ મંદિર દ્વિશતાબ્દી મહોત્સવ: CM ભૂપેન્દ્ર પટેલે 'અવસર' માં આપી હાજરી

જેતલપુર સ્વામિનારાયણ મંદિર દ્વિશતાબ્દી મહોત્સવ

મધ્ય પૂર્વની તંગ પરિસ્થિતિથી ગુજરાતમાં ઈંધણ સંકટ!: જામનગરમાં પેટ્રોલ પંપ પર લાંબી કતારો, વડોદરામાં ગેસ સિલિન્ડરની અછતથી નાગરિકો પરેશાન

મધ્ય પૂર્વની તંગ પરિસ્થિતિથી ગુજરાતમાં ઈંધણ સંકટ!

સુરત પાલિકાની મુખ્ય કચેરી હવેથી 'શ્રી તાપી ભવન': Mughalsarai નું નામ બદલીને કરાયું 'તાપીપુરા', જાણો કેમ ગરમાયું રાજકારણ

સુરત પાલિકાની મુખ્ય કચેરી હવેથી 'શ્રી તાપી ભવન'
Play Video

અંબાલાલ પટેલની ભુક્કા કાઢે એવી આગાહી: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી બધુ વેરવિખેર, જાણો ક્યાં સુધી સહન કરવો પડશે સૂર્યદેવનો આકરો મિજાજ

અંબાલાલ પટેલની ભુક્કા કાઢે એવી આગાહી

લૂ કે હીટવેવ શું છે? શેના કારણે આવે છે હીટ સ્ટ્રોક?: જાણો ગરમીમાં કઈ રીતે ઠંડું રાખી શકાય શરીરનું તાપમાન

લૂ કે હીટવેવ શું છે? શેના કારણે આવે છે હીટ સ્ટ્રોક?

ઉનાળાના પહેલાં અઠવાડિયામાં જ પારો 40ને પાર: આ વખતે માથુ ફાડી નાંખે એવી ગરમી પડશે, હીટવેવની આગાહીથી આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

ઉનાળાના પહેલાં અઠવાડિયામાં જ પારો 40ને પાર

કલેક્ટરો કોના દબાણ હેઠળ? ડૉ. તુષાર ચૌધરીનો ગૃહમાં વેધક સવાલ: '3 વર્ષ પહેલાં, 10 વર્ષ પહેલાં કે 30 વર્ષ પહેલાં ખોટું થયું હોય, પરંતુ ખોટું એ ખોટું જ છે'

કલેક્ટરો કોના દબાણ હેઠળ? ડૉ. તુષાર ચૌધરીનો ગૃહમાં વેધક સવાલ

હોટલ-રેસ્ટોરન્ટ ઉદ્યોગ અને રોજગાર પર સંકટ: શું ગુજરાત અને ભારતમાં બિન ઘરેલુ ગેસના પુરવઠાની અછત ઉભી થઈ છે?

હોટલ-રેસ્ટોરન્ટ ઉદ્યોગ અને રોજગાર પર સંકટ

વડોદરા મહાનગરપાલિકામાં યુગ બદલાયો!: મહિલાલક્ષી કલ્યાણકારી યોજનાઓ-સુરક્ષા અંગે યોજાઈ સમીક્ષા બેઠક, રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રહ્યા હાજર

વડોદરા મહાનગરપાલિકામાં યુગ બદલાયો!

વાલીઓ માટે રાહતના સમાચાર: બેફામ ફી વસૂલતી શાળાઓ સામે ગુજરાત સરકારની લાલઆંખ, નિયમ તોડનારને થશે 10 લાખ સુધીનો દંડ

વાલીઓ માટે રાહતના સમાચાર

ભ્રષ્ટાચારના પ્રતીક રૂપી ‘રાવણ’ આકર્ષણનું કેન્દ્ર: અમદાવાદના આ વિસ્તારોમાં પાણી, ગટર અને રસ્તાના પ્રશ્ને જનતા બેહાલ, કોંગ્રેસનો આક્રમક વિરોધ

ભ્રષ્ટાચારના પ્રતીક રૂપી ‘રાવણ’ આકર્ષણનું કેન્દ્ર

અમદાવાદ રેલવે સ્ટેશન પર મુસાફરોને લૂંટતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ: RPFએ બે ઠગબાજોને ઝડપી પાડ્યા, જાણો ઠગાઈની અનોખી મોડસ ઓપરેન્ડી

અમદાવાદ રેલવે સ્ટેશન પર મુસાફરોને લૂંટતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ

પ્રેમ આંધળો હોય છે!: સુરતમાં ફરી એકવાર ચોંકાવનારો કિસ્સો: 21 વર્ષની યુવતી 17 વર્ષના સગીરને ભગાડી લાવી

પ્રેમ આંધળો હોય છે!

અમદાવાદના હાટકેશ્વર બ્રિજ ડિમોલિશનમાં મોટી બેદરકારી!: ભારેખમ કોથળા ધસી પડતા મહિલા સહિત બે ઈજાગ્રસ્ત

અમદાવાદના હાટકેશ્વર બ્રિજ ડિમોલિશનમાં મોટી બેદરકારી!