Home National Hyderabad Kukatpally Pub Raid Dcp Riti Raj Racket Bust

સિવિલ ડ્રેસમાં પબમાં પહોંચ્યા મહિલા IPS : રેડ દરમિયાન થયો ચોંકાવનારો ખુલાસો, અંદર ચાલતું હતું 'ગંદુકામ'

IPS Riti Raj
Image Credit: X
Published by: Aryan Shah
Last Updated: Jun 08, 2026, 11:47 AM IST

Women IPS : તેલંગાણાના હૈદરાબાદમાંથી બહાદુરી અને સતર્કતાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાયબરાબાદના કુકાટપલ્લી વિસ્તારમાં આવેલા એક લોકપ્રિય પબમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને નિયમોના મોટા ઉલ્લંઘનનો સનસનાટીભર્યો ખુલાસો થયો છે. એક બહાદુર મહિલા IPS અધિકારીએ પબમાં ગ્રાહક બનીને સિવિલ ડ્રેસમાં એન્ટ્રી કરી અને ત્યાં ચાલતા આખા દેહવ્યાપાર અને અનૈતિક નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ સફળ ઓપરેશન બાદ સમગ્ર વિસ્તારમાં અને પબ સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ગુપ્ત મિશન અને અચાનક દરોડો

આ આખા ગુપ્ત ઓપરેશનને 2018 બેચના તેજસ્વી તેલંગાણા કેડરના યુવા મહિલા IPS અધિકારી અને કુકાટપલ્લીના DCP રીતિ રાજે અંજામ આપ્યો છે. રવિવારે વહેલી સવારે DCP રીતિ રાજે પોતે સામાન્ય કપડાંમાં જઈને પબની અંદરનું વેરિફિકેશન કર્યું હતું. પાકી ગુપ્ત માહિતી અને પુરાવા મળ્યા બાદ તેમણે 'કિંગ્સ એન્ડ ક્વીન્સ પબ' (જે ક્લબ મસ્તી તરીકે પણ ઓળખાય છે) પર અચાનક દરોડો પાડ્યો હતો.

પબમાં ચાલતો દેહ વ્યાપાર

પોલીસના સત્તાવાર જણાવ્યા અનુસાર, આ પબમાં માત્ર દારૂ જ નહોતો પીરસવામાં આવતો પરંતુ ત્યાં કથિત રીતે દેહ વ્યાપાર અને અનૈતિક પ્રવૃત્તિઓને મોટું પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું હતું. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, પબ મેનેજમેન્ટ પુરુષ ગ્રાહકોને આકર્ષવા માટે મહિલાઓનો ઉપયોગ કરતું હતું. ગ્રાહકોને મહિલાઓ પૂરી પાડીને પબનું મેનેજમેન્ટ ગેરકાયદેસર રીતે કમાણી કરતું હતું અને ગ્રાહકોના ખોટી રીતે મોટા બિલ બનાવતું હતું.

એક જ અઠવાડિયામાં દેશભરમાં મોટું બુલડોઝર એક્શન: છત્તીસગઢથી ગુજરાત અને ઉત્તર પ્રદેશ સુધી ગેરકાયદે બાંધકામો સામે કડક કાર્યવાહી

નિયમોનું સરેઆમ ઉલ્લંઘન

આ પબ કોઈ પણ માન્ય પોલીસ નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) વિના ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવી રહ્યું હતું. નિયમો અનુસાર પબમાં સગીર વયના બાળકોના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં, મેનેજમેન્ટે તેને રોકવા માટે કોઈ કડક નિયમો લાગુ કર્યા નહોતા. આ ઉપરાંત પબ નક્કી કરેલી સમય મર્યાદા પછી પણ મોડી રાત સુધી ચાલુ રહેતું હતું અને ગ્રાહકોને દારૂ તેમજ ખાવાનું પીરસવામાં આવતું હતું.

આરોપીઓની અટકાયત અને જૂનો રેકોર્ડ

પોલીસે આ દરોડા દરમિયાન પબના 9 સ્ટાફ સભ્યોની કસ્ટડી લીધી છે, જેમાં 4 મહિલાઓ અને 5 પુરુષો સામેલ છે. આ તમામ લોકોને આગળની કાનૂની કાર્યવાહી માટે KPHB પોલીસ સ્ટેશનમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ રેકોર્ડ અનુસાર, આ પબ વિરુદ્ધ વર્ષ 2015 દરમિયાન પણ ગંભીર ગુનાહિત કેસો નોંધાયા હતા. અગાઉની કાર્યવાહી છતાં પબ સતત નિયમો તોડતું હતું, જેથી હવે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને ઇમ્મોરલ ટ્રાફિકિંગ (પ્રિવેન્શન) એક્ટ હેઠળ નવો ગુનો નોંધીને કડક તપાસ શરૂ કરાઈ છે.

રાઘવ ચઢ્ઢાને મોદી કેબિનેટમાં મળશે સ્થાન?: BJPમાં જોડાયા બાદ રાજકીય અટકળો તેજ

કોણ છે લેડી સિંઘમ IPS રીતિ રાજ

આ સફળ ઓપરેશનનું નેતૃત્વ કરનારા DCP રીતિ રાજ દિલ્હી પબ્લિક સ્કૂલ પટનાના પૂર્વ વિદ્યાર્થીની છે. તેમણે વર્ષ 2016માં નેશનલ લો યુનિવર્સિટી દિલ્હીમાંથી લો ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું. વર્ષ 2018માં સિવિલ સર્વિસિસ પરીક્ષા પાસ કરીને તેઓ ભારતીય પોલીસ સેવામાં જોડાયા હતા. તેમણે સાયબર ક્રાઈમ અને સાયબરાબાદના માધાપુર ઝોન જેવા મહત્વના વિભાગોમાં શાનદાર સેવા આપી છે. હાલમાં તેઓ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી બંડી સંજય કુમારના પુત્ર સામેના કેસની તપાસ કરી રહેલી વિશેષ તપાસ ટીમ (SIT)ના વડા તરીકે પણ ફરજ બજાવી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now