દેશના અનેક ભાગોમાં બદલાતી આબોહવાનાં કારણે હવાઈ મુસાફરી પર પણ અસર જોવા મળી રહી છે. હૈદરાબાદથી હુબલી જતી એક ફ્લાઇટને ખરાબ હવામાનના કારણે અચાનક બેંગલુરુ તરફ ડાયવર્ટ કરવી પડી, જોકે સદનસીબે તમામ મુસાફરો સંપૂર્ણ સુરક્ષિત છે. આ ફ્લાઈટમાં 22 મુસાફરો સવાર હતા. 3 કલાક સુધી ફ્લાઈટ બે કાબૂ રહેતા મુસાફરોનાં જીવ તાળવે ચોંટી ગયા હતાં. પ્લેનમાં સવાર મુસાફરો ચિસો મારાવા લાગ્યા હતા રોકકળ શરૂ થઈ ગઈ હતી.
ફ્લાટમાં શું થયું હતું
હૈદરાબાદથી હુબલી જતી એક પેસેન્જર ફ્લાઈટ પોતાના ગંતવ્ય તરફ જઈ રહી હતી ત્યારે હવામાન અચાનક ખરાબ થઈ ગયું. હતું. હુબલી એરપોર્ટ પાસે વાદળછાયા વાતાવરણનાં કારણે વિઝિબિલિટી ઘટી ગઈ હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પાયલોટે લેન્ડિંગ ટાળ્યું હતું. 3 કલાક હવામાં રહ્યાં બાદ ફ્લાઈટને બેંગલુરુ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. આ નિર્ણય સંપૂર્ણપણે મુસાફરોની સુરક્ષા ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: હવે ફ્લાઈટમાં મળશે બેડ! 4 કલાક માટે કરી શકાશે બુકિંગ : જાણો કેટલું હશે ભાડું
કેવી રીતે કામ કરે છે ડાયવર્ઝન પ્રક્રિયા
જ્યારે ગંતવ્ય એરપોર્ટ પર હવામાન ખરાબ હોય, ટેક્નિકલ સમસ્યા હોય અથવા અન્ય સુરક્ષા જોખમ હોય ત્યારે ત્યારે પાયલોટ નજીકના સુરક્ષિત એરપોર્ટ પર ફ્લાઈટ ઉતારવાનો નિર્ણય લે છે. આ એક સ્ટાન્ડર્ડ એવિએશન પ્રોટોકોલ છે.
મુસાફરો માટે શું વ્યવસ્થા?
સામાન્ય રીતે મુસાફરોને એરલાઈનથકી સહાય આપવામાં આવે છે. આગળની મુસાફરી માટે વિકલ્પ આપવામાં આવે છે. જરૂર પડે તો ખોરાક અને રહેવાની વ્યવસ્થા પણ કરી આપવામાં આવે છે.
ફ્લાઇટ સુરક્ષિત રીતે બેંગલુરુ ઉતારવામાં આવી છે અને મુસાફરો સલામત છે. આગળની મુસાફરી માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એવિએશન ક્ષેત્રમાં મુસાફરોની સુરક્ષા માટે કોઈ સમજૂતી કરવામાં આવતી નથી. સમયસર લેવામાં આવેલા નિર્ણયથી મોટી દુર્ઘટનાને ટાળી છે.





