અમદાવાદ એરપોર્ટ પરથી દિન પ્રતિદિન હાઇબ્રિડ ગાંજો ઝડપાવાની ઘટના વધી રહી છે. ત્યારે વધુ એક વખત એર ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા બેંગકોકથી આવતા મુસાફર પાસેથી 8 કિલો હાઇબ્રિડ ગાંજો ઝડપી લેવામાં આવ્યો છે. બેંગકોક થી આવતો મુસાફર આ ગાંજો કોના માટે લઈ આવતો હતો તેની તપાસ ચાલી રહી છે.
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો હાઈબ્રિડ ગાંજો
અમદાવાદ એર ઇન્ટેલિજન્સ યુનિટની ટીમને બાતમી મળી હતી કે, થાઈલેન્ડ બેંગકોક થી આવી રહેલા એક મુસાફર પાસે મોટી સંખ્યામાં હાઇબ્રિડ ગાંજો લઈ એક શખ્સ આવી રહ્યો છે. એજન્સીના અધિકારીઓએ બાતમી વાળા મુસાફરને અલગ તારવીને તપાસ કરતાં તેની પાસેથી હાઇબ્રિડ ગાંજાના 15 વેક્યુમ પેકેટ મળી આવ્યા હતા. જેમાં કુલ આઠ કિલો હાઇબ્રિડ ગાંજો હતો. ડિપાર્ટમેન્ટ દ્વારા ગાંજો કબજે લઈ ગાંજાની હેરાફેરી કરતા મુસાફરની ધરપકડ કરવામાં આવી છે.
સોનાના સ્મગલિંગ સાથે સાથે અમદાવાદ એરપોર્ટ હવે હાઇબ્રિડ ગાંજાની હેરાફેરી વધી રહી છે. એરપોર્ટ પરથી દરરોજ ગાંજો ઝડપાઈ રહ્યો હોવાથી તમામ સેન્ટ્રલ એજન્સીઓ હવે એક્ટિવ બની ગઈ છે.






